?જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે

?જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે

મિક્દાદ બિન મઅદિ કરીબ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ મોમિનો વચ્ચે સંબંધ મજબૂત કરવા અને તેમની વચ્ચે મોહબ્બત ફેલાવવાનું કારણ વર્ણન કર્યું છે, અને તે એ કે જ્યારે કોઈ ભાઈ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે.

فوائد الحديث

ફક્ત અલ્લાહ માટે પોતાની ભાઈ સાથે મોહબ્બત કરવાની મહ્ત્વતા, દુનિયાની અનુકૂળતા જોઈ મોહબ્બત ન હોવી જોઈએ.

આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે અલ્લાહની પ્રસન્નતા માટે કરવામાં આવતી મોહબ્બત વિશે પોતાના ભાઈને જાણ કરી શકે છે, જેથી મોહબ્બત અને પ્યાર વધે.

મોમિનો વચ્ચે મોહબ્બત ફેલાવવી તેમના ઈમાનને મજબૂત કરે છે અને સમાજને વિભાજીત થવાથી બચાવે છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક, વાતચીત કરવા તેમજ ચૂપ રહેવાના આદાબ