જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે સારી વાત કહે અથવા ચૂપ રહે

જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે સારી વાત કહે અથવા ચૂપ રહે

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે સારી વાત કહે અથવા ચૂપ રહે, જે અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે પાડોશીનું સન્માન કરે, અને જે વ્યક્તિ અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે પોતાના મહેમાનોનું સન્માન કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે મોમિન બંદો અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવતો હોય, જેની તરફ તેને પાછા ફરવાનું છે, જ્યાં તેને તેના કાર્યોનો બદલો આપવામાં આવશે, તેનું ઈમાન તેને હદીષમાં વર્ણવેલ લક્ષણોને અપનાવવાની પરેણાં આપે છે: પહેલું: સારી વાત કહેવી: તસ્બીહ અને તહલીલ અર્થાત્ સુબ્હાનલ્લાહ અને લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું, ભલાઈનો આદેશ આપવો અને બુરાઈથી રોકવા, લોકોની ઇસ્લાહ કરવી, જો તમે આ ન કરી શકતા હોય તો ચૂપ રહેવું જોઈએ, કોઈને તકલીફ આપવાથી રુકી જવું જોઈએ અને પોતાની જબાનની રક્ષા કરવી જોઈએ. બીજું: પાડોશીનું સન્માન કરવું: તેમની સાથે ઉપકાર કરવો જોઈએ અને તેમને તકલીફ ન આપવી જોઈએ. ત્રીજું: તમારી મુલાકાત કરવા આવેલ મહેમાનનું સન્માન કરવું: તેમની સાથે વાત કરવામાં નરમી અપનાવવી, તેમને ખવડાવવું જોઈએ.

فوائد الحديث

અલ્લાહ પર અને આખિરત પર ઈમાન દરેક ભલાઈનું મૂળ છે, અને તેના દ્વારા સત્કાર્યો કરવાની પરેણાં મળે છે.

આ હદીષમાં માનવીને જબાનની આપત્તિઓથી સાવધાન કર્યા છે.

ઇસ્લામ દીન મોહબ્બત અને ભલાઈનો દીન છે.

હદીષમાં વર્ણવેલ આદતો ઇમાનની શાખાઓ માંથી છે, અને પ્રશંસનીય આદતો માંથી છે.

વધુ વાતચીત કરવી હરામ અથવા અવૈદ્ય માર્ગ તરફ લઈ જાય છે, અને ઓછું બોલવુ, ભલાઈ અને સલામતીના માર્ગ તરફ લઈ જાય છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક