મૃતકો માટે અપશબ્દો ન કહો, એટલા માટે કે જે તેમણે આગળ મોકલ્યું તે તેમને મળી ગઈ

મૃતકો માટે અપશબ્દો ન કહો, એટલા માટે કે જે તેમણે આગળ મોકલ્યું તે તેમને મળી ગઈ

આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «મૃતકો માટે અપશબ્દો ન કહો, એટલા માટે કે જે તેમણે આગળ મોકલ્યું તે તેમને મળી ગઈ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ મૃતકોને ગાળો આપવી અથવા અપશબ્દો કહેવા અને તેમની ઇઝ્ઝત સાથે રમત કરવી, હરામ કર્યું છે, આ ખરાબ અખલાક (ખરાબ વર્તન) ના કારણે છે, તેમણે જે કંઈ આગળ અમલ મોકલ્યા, સારા અમલ કે ખરાબ અમલ તે તેમને મળી ગયા, એટલા માટે તેમને આપવામાં આવેલી ગાળો નથી પહોંચતી, પરંતુ તેના દ્વારા જીવિત લોકોને જ નુકસાન પહોંચે છે.

فوائد الحديث

આ હદીષ એ વાતની પુષ્ટિ કરે છે કે મૃતકને અપશબ્દો કહેવા હરામ છે.

જીવિતોના હિતને ધ્યાનમાં રાખી, મૃતકોનું અપમાન કરવાનું છોડી દેવું જોઈએ, અને ઝઘડા અને દ્વેષથી સમાજની સલામતી જાળવી રાખવી જોઈએ.

આ રોક એટલા માટે લગાવવામાં આવી છે, તેની પાછળ હિકમત એ છે કે તેમણે જે કરેલું તે તેમને મળી ગયું, તેમને તમારા અપ-શબ્દો કઈ ફાયદો પહોંચાડશે નહીં, પરંતુ તેમના જીવિત સંબંધીઓને તકલીફ થઈ શકે છે.

માણસે વ્યર્થ વાતો કરવાથી બચવું જોઈએ, જેનો કોઈ ફાયદો થતો ન હોય.

التصنيفات

મહત્ત્વતાઓ અને અદબો, મૃત્યુ અને તેના વિશેના આદેશો