મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો,…

મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો

સુફયાન બિન અબ્દુલ્લાહ અષ શકફી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

સહાબી સુફયાન બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ એ નબી ﷺ ને સવાલ કર્યો, કે તેમને એક ઇસ્લામની શિક્ષામાં વ્યાપક શિક્ષા શીખવાડો, જેના પર અડગ રહું અને પછી મને બીજાને પૂછવાની જરૂર ન પડે? નબી ﷺ એ કહ્યું: કહો: હું અલ્લાહને એક જ માનું છું તેના પર ઈમાન લાવું છું કે તે મારો પાલનહાર છે, મારો ઇલાહ છે, મારુ સર્જન કરનાર છે, તે જ સાચો ઈબાદતનો હક ધરાવે છે, તેનો કોઈ ભાગીદાર નથી, પછી તે તેની ઈતાઅત કરતા, અલ્લાહના ફર્ઝ અમલ પર અડગ રહે છે અને તેણે રોકેલા હરામ કામોથી તે બચીને રહે છે.

فوائد الحديث

દીનનું મૂળ અલ્લાહના રબ હોવા પર તેના મઅબુદ હોવા પર અને તેના પવિત્ર નામો અને ગુણો પર ઈમાન ધરાવવા પર છે.

ઇમાનનો સ્વીકાર કર્યા પછી, ઈબાદતમાં એકાગ્રતા, અને તેના પર સાબિત રહેવાની મહત્ત્વતા.

અમલ કબૂલ થવા માટે ઈમાન શરત છે.

અલ્લાહ પર ઈમાનમાં તે દરેક વાતોનો સમાવેશ થાય છે, કે ઈમાનને તેના સંપૂર્ણ નિયમો અને લાક્ષણિકતાઓ જે જબાન વડે કહવામાં આવે છે અને જે કાર્યો દિલ વડે કરવામાં આવે છે, અને અલ્લાહ માટે જાહેર અને બાતિન દરેક સ્થિતિમાં અને સમયે નમી જવું.

પ્રામાણિકતા એ માર્ગને વળગી રહેવું છે, ફરજો બજાવીને અને નિષેધનો ત્યાગ કરીને.

التصنيفات

સર્વ શ્રેષ્ઠ અલ્લાહ પર ઈમાન, નફસનો તઝકિયા