જેને નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દરેક ભલાઈથી વચિંત કરી દેવામાં આવ્યો

જેને નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દરેક ભલાઈથી વચિંત કરી દેવામાં આવ્યો

જરીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જેને નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દરેક ભલાઈથી વચિંત કરી દેવામાં આવ્યો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દીન અને દુનિયાના કામમાં તૌફીક નથી મળતી, અને તે દરેક કામમાં ભલાઈથી વંચિત રહેશે, જે તે પોતાના માટે કરતો હોય અથવા અન્ય માટે.

فوائد الحديث

આ હદીષમાં નરમી કરવાની મહત્ત્વતા તેમજ ઉચ્ચ અખ્લાક અપનાવવા પર પ્રોત્સાહન તેમજ સખતી કરવાની નિંદા કરવામાં આવી છે.

નરમીનો અર્થ એ છે કે બન્ને જગત માટે ભલાઈ અને તેમના દરેક વ્યવહારોમાં આસાની કરવી, અને સખ્તી ન કરવી.

નરમી સારા અખ્લાક અને સલામતીના પરિણામે છે, તેમજ ક્રોધ અને અસભ્યતાથી હિંસા થાય છે, તેથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નરમી કરનારની પ્રશંસા કરી, અને તેને પ્રોત્સાહન આપ્યું છે.

ઈમામ સુફયાન ષૌરી રહિમહુલ્લાહએ પોતાના સાથીઓને કહ્યું: શું તમે જાણો છો કે નરમી શું છે? દરેક કામને તેની મૂળ જગ્યા પર મૂકવું, જ્યાં સખતી કરવાની જરૂર હોય, ત્યાં સખતી કરવી, જ્યાં નરમી કરવાની જરૂર હોય, ત્યાં નરમી કરવી, અને જ્યાં તલવારની જગ્યા હોય, ત્યાં તલવાર મુકવામાં આવે, અને જ્યાં ચાબુકની જરૂર હોય, ત્યાં ચાબુક મૂકવામાં આવે.

التصنيفات

પ્રસંશનીય અખલાક