વિનમ્રતા જે વસ્તુમાં પણ હોય, તે તેને સુંદર બનાવી દે છે, અને જે વસ્તુઓ માંથી તેને કાઢી લેવામાં આવે તો તે તેને કદરૂપુ…

વિનમ્રતા જે વસ્તુમાં પણ હોય, તે તેને સુંદર બનાવી દે છે, અને જે વસ્તુઓ માંથી તેને કાઢી લેવામાં આવે તો તે તેને કદરૂપુ કરી દે છે

નબી ﷺ ની પત્ની આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ કહ્યું: «વિનમ્રતા જે વસ્તુમાં પણ હોય, તે તેને સુંદર બનાવી દે છે, અને જે વસ્તુઓ માંથી તેને કાઢી લેવામાં આવે તો તે તેને કદરૂપુ કરી દે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ જણાવ્યું કે વ્યક્તિની વાત અને અમલમાં નરમી, વિનમ્રતા, કરુણા હોવી તે તેના કાર્યને સુંદર, ખુબસુરત અને સંપૂર્ણતામાં વધારો કરે છે, જેના કારણે વ્યક્તિ પોતના આશેય પ્રાપ્ત કરી લે છે. જે કાર્યમાં નરમી ન હોય તો તે તેને ખામીવાળું અને કઠણ બનાવી દે છે, જેના કારણે વ્યક્તિ પોતાનો આશય પ્રાપ્ત નથી કરતો અને કરી પણ લે તો તેને ઘણી તકલીફ પડે છે.

فوائد الحديث

આ હદીષમાં લોકો પર દયા અને નરમી કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

નરમી વ્યક્તિને સુંદર બનાવે છે, જેના કારણે તેના દરેક દીની અને દુનિયાના કાર્યમાં ભલાઈ જોવા મળે છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક