?દરેક નેક કામ સદકો છે

?દરેક નેક કામ સદકો છે

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «દરેક નેક કામ સદકો છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ જણાવ્યું કે દરેક નેક કામ જેનાથી બીજાને ફાયદો પહોંચે, તેની વાતથી, તેના અમલથી તો તે તેના માટે સદકો ગણવામાં આવશે, અને તેના માટે તેને બદલો અને સવાબ મળશે.

فوائد الحديث

આ હદીષ પુષ્ટિ કરે છે કે સદકો ફક્ત માલનો એક ભાગ કાઢી તેના વડે કરવામાં આવતો સદકાનું નામ નથી, પરંતુ માનવીએ કરેલું દરેક નેક કામ અને તેણે કહેલી દરેક સારી વાત જેને બીજા સુધી પહોંચાડવામાં આવે, તે દરેક શામેલ છે.

આ હદીષમાં ભલાઈના કામ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેનાથી બીજાને ફાયદો થાય.

નેકીનું કોઈ કામ તુચ્છ સમજવામાં ન આવે, ભલેને તે નાનું જ કેમ ન હોય.

التصنيفات

નેક અમલ કરવાની મહ્ત્વતા, નેક અમલ કરવાની મહ્ત્વતા