સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર" (અલ્લાહ પવિત્ર છે, દરેક પ્રકારની પ્રસંશા…

સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર" (અલ્લાહ પવિત્ર છે, દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને અલ્લાહ સૌથી મોટો છે) આ શબ્દો કહેવા મારી નજીક તે દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે જેના પર સૂર્યોદય થાય છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «"સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર" (અલ્લાહ પવિત્ર છે, દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને અલ્લાહ સૌથી મોટો છે) આ શબ્દો કહેવા મારી નજીક તે દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે જેના પર સૂર્યોદય થાય છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ જણાવી રહ્યા છે કે વર્ણવેલ શબ્દો દ્વારા અલ્લાહનો ઝિક્ર કરવો દુનિયા અને તેની દરેક વસ્તુ કરતા પણ વધુ શ્રેષ્ઠ છે અને તે વાક્યો નીચે પ્રમાણે છે: "સુબ્હાનલ્લાહ" આ શબ્દ દ્વારા અલ્લાને દરેક ખામીથી સંપૂર્ણ પાક કહેવામાં આવે છે. "અલ્ હમ્દુ લિલ્લાહ" અલ્લાહની તે પ્રસંશા છે તે પોતાના દરેક ગુણોમાં સંપૂર્ણ છે, અને સાથે સાથે તેની મોહબ્બત અને સન્માન પણ હોય. "લા ઇલાહ ઇલ્ લલ્લાહ" અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી. "અલ્લાહુ અકબર" દરેક વસ્તુ કરતા મોટો અને શક્તિશાળી છે.

فوائد الحديث

આ હદીષમાં અલ્લાહનો ઝિક્ર કરવા પર પ્રોત્સાહન આપ્યું છે, અને તેનો ઝિક્ર તે દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે જ્યાં સૂર્યોદય થાય છે.

વધુમાં વધુ ઝિક્ર કરવા પર પ્રોત્સાહન આપવું; કારણકે તેના દ્વારા ઘણો બદલો અને કૃપા પ્રાપ્ત થાય છે.

દુનિયાનો સામાન થોડોક જ છે અને મનેચ્છાઓ ખત્મ થનારી છે.

التصنيفات

સામાન્ય ઝિકર