નિઃશંક અલ્લાહ તે બંદાની વાત પર ખુશ થાય છે કે જ્યારે કોઈ બંદો કંઈ ખાઈ તો તેના પર અલ્લાહની પ્રસંશા કરે અને કંઈ પીવે તો…

નિઃશંક અલ્લાહ તે બંદાની વાત પર ખુશ થાય છે કે જ્યારે કોઈ બંદો કંઈ ખાઈ તો તેના પર અલ્લાહની પ્રસંશા કરે અને કંઈ પીવે તો પણ અલ્લાહની પ્રશંસા કરે

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તે બંદાની વાત પર ખુશ થાય છે કે જ્યારે કોઈ બંદો કંઈ ખાઈ તો તેના પર અલ્લાહની પ્રસંશા કરે અને કંઈ પીવે તો પણ અલ્લાહની પ્રશંસા કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ જણાવ્યું કે જ્યારે બંદો અલ્લાહએ આપેલ નેઅમતો પર તેની પ્રશંસા કરે અને તેનો આભાર વ્યક્ત કરે તો તે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના સ્ત્રોત માંથી એક છે, એટલા માટે જ્યારે પણ તે કંઈ ખાઈ તો તેની પ્રશંસા કરે "અલ્ હમ્દુ લિલ્લાહ" કહે અને એવી જ રીતે કંઈ પીવે તો પણ તેની પ્રશંસા કરી "અલ્ હમ્દુ લિલ્લાહ" કહે.

فوائد الحديث

અલ્લાહ તઆલાની સંપૂર્ણ ઉદારતા કે તે રોજી આપી કૃપા કરે છે અને તેના પર તેની પ્રસંશા કરવાથી તે ખુશ થાય છે.

અલ્લાહની પ્રસન્નતા સામાન્ય કાર્યો કરવાથી પણ પ્રાપ્ત થઈ શકે છે, જેવું કે ખાધા અને પીધા પછી અલ્લાહની પ્રસંશા કરવી.

ખાવાપીવાના આદાબ માંથી એક આ પણ કે ખાઈ પી લીધા પછી "અલ્ હમ્દુ લિલ્લાહ" કહી અલ્લાહની પ્રશંસા કરવી જોઈએ.

التصنيفات

ખાવાપીવાના આદાબ