?સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો

?સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો

અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો», સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તે કઈ વસ્તુઓ છે? આપ રસૂલ ﷺ એ કહ્યું: અલ્લાહ સાથે શિર્ક કરવું, જાદુ કરવું, કોઈને નાહક કતલ કરી દેવું, જેને અલ્લાહએ હરામ કર્યું છે, વ્યાજ ખાવું, અનાથનો માલ ખાવો, યુદ્ધના સમયે પીઠ ફેરવીને ભાગવું, અને નિર્દોષ સ્ત્રીઓ પર આરોપ મુકવો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ પોતાની કોમને સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચવાનો આદેશ આપ્યો છે, જ્યારે સહાબાઓએ સવાલ કર્યો તો તેના વિષે નબી ﷺ એ જણાવ્યું: પહેલું: અલ્લાહ સાથે શિર્ક કરવું, અને તે એ કે અલ્લાહ સાથે તેનો કોઈ ભાગીદાર અથવા તેની સાથે કોઈને બરાબર ઠેહરાવવો, અને કોઈ પણ ઈબાદતને અલ્લાહને છોડી અન્ય માટે કરવી, નબી ﷺ શિર્કથી એટલા માટે શરૂઆત કરી કારણકે તે સૌથી મોટો ગુનોહ છે. બીજું: જાદુ - જેમાં ગાંઠો, મંત્રો, દવાઓ અને ધુમાડાનો સમાવેશ થાય છે-, જે પીડિત વ્યક્તિને બીમારી અથવા કતલ વડે અસર કરે છે, અથવા પતિ પત્નીને અલગ કરે છે, જે એક શૈતાનનું કાર્ય છે, અને તેનો ઉપયોગ શિર્ક અથવા આત્માઓ સાથે સંબંધ કરી પોતાની મનપસંદ વસ્તુ પ્રાપ્ત કરવા માટે થાય છે. ત્રીજું: કતલ કરવું જેનું કતલ કરવું હરામ કરવામાં આવ્યું છે, સિવાય એ કે કોઈ કારણ સાથે શાસક તેને કતલ કરવાની પરવાનગી આપે. ચોથું: વ્યાજ ખાવું અથવા બીજા કોઈ પ્રકારથી ફાયદો ઉઠાવવો. પાંચમું: તે બાળકનો માલ હડપી લેવો જેનો પિતા તેના પુખ્તવય થતાં પહેલા મૃત્યુ પામી ચૂક્યો હોય. (અર્થાત્ અનાથનો માલ હડપવો). છઠ્ઠુ: કાફિરો સામે કરવામાં આવતા યુદ્ધથી ભાગી જવું. સાતમું: પવિત્ર અને પાક સ્ત્રીઓ અથવા પુરુષો પર વ્યભિચારનો આરોપ મૂકવો.

فوائد الحديث

મોટા મોટા ગુનાહો (પાપો)ની સંખ્યા સાત સુધી મર્યાદિત નથી, પરંતુ આ સાત તેની ગંભીરતા અને મહાન નુકસાનના કારણે અલગથી વર્ણન કરવામાં આવ્યા છે.

કોઈ વ્યક્તિને કતલ કરવાની પરવાનગી ત્યારે આપવામાં આવે છે જ્યારે તેને કિસાસ અર્થાત બદલામાં કતલ કરવામાં આવે અથવા પરિણીત હોવા છતાં પણ વ્યભિચાર કરે અથવા ઇસ્લામથી ફરી જાય, અને આ સજા શાસક લાગુ કરશે.

التصنيفات

નિંદનીય અખલાક, નિંદનીય અખલાક, ગુનાહની નિંદા, ગુનાહની નિંદા