નિઃશંક હલાલ પણ સ્પષ્ટ છે અને હરામ પણ સ્પષ્ટ છે

નિઃશંક હલાલ પણ સ્પષ્ટ છે અને હરામ પણ સ્પષ્ટ છે

નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં આપ ﷺ ને કહેતા સાંભળ્યા -આ વાત વર્ણન કરતી વખતે અને નૌમાન રઝી અલ્લાહુ અન્હુ એ પોતાની બન્ને આંગળીઓ પોતાના કાન તરફ ખેંચી-: «નિઃશંક હલાલ પણ સ્પષ્ટ છે અને હરામ પણ સ્પષ્ટ છે, તે બન્ને વચ્ચે કેટલીક શંકાસ્પદ વાતો પણ છે, જેમને ઘણા લોકો નથી જાણતા કે (અર્થાત્ તે હલાલ છે કે હરામ), પછી જે વ્યક્તિ તે શંકાસ્પદ વસ્તુઓથી બચી ગયો તેણે પોતાના દીન અને ઇઝ્ઝતને સુરક્ષિત કરી લીધી, અને જે વ્યક્તિ શંકાસ્પદ વસ્તુઓમાં સપડાઈ ગયો તે હરામમાં પડી ગયો, (તેનું ઉદાહરણ) તે ભરવાડ જેવુ છે, જે પોતાના જાનવરોને તેની ઘાસચારોની આજુબાજુ ચરાવે છે, અને નજીક છે કે તે જાનવરો તેમાં ઘુસી જાય, અને સાંભળી લો દરેક બાદશાહની એક ચરાવવા માટેની જગ્યા હોય છે અને અલ્લાહની તે જગ્યા તેની હરામ કરેલી વસ્તુઓ છે, (તેનાથી બચો) સાંભળો ! શરીરમાં એક ટૂકડો છે, જો તે ટુકડો સરખો રહેશે, તો સંપૂર્ણ શરીર સરખું રહેશે, અને જો તે ટુકડો ખરાબ થઈ જશે, તો સંપૂર્ણ શરીર ખરાબ થઈ જશે, અને સાંભળો તે ટૂકડો દિલ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં આપ ﷺ એ વસ્તુઓ બાબતે એક સામાન્ય કાયદો વર્ણન કર્યો છે, અને શરીઅતે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરી છે: એક હલાલ વસ્તુઓ, જે સ્પષ્ટ છે, એક હરામ વસ્તુઓ જે સ્પષ્ટ છે અને ત્રીજી શંકાસ્પદ વસ્તુઓ, જેના વિશે શંકા હોય કે તે હલાલ છે કે હરામ, તેનો હુકમ ઘણા લોકો નથી જાણતા. આવી સ્થિતિમાં જે વ્યક્તિ તે શંકાસ્પદ વસ્તુઓને છોડી દેશે, તે પોતાના દીનને સુરક્ષિત કરી લેશે, અને હરામમાં સપડાવવાના કારણે લોકોની જે આંગળીઓ તેની તરફ ઉઠી શક્તિ હતી, તેનાથી પણ તેની ઇઝ્ઝત સુરક્ષિત થઈ જશે. તેના વિરુદ્ધ જે વ્યક્તિ શંકાસ્પદ વસ્તુઓથી દૂર નથી રહેતો, તો તેને પોતાને હરામ કામામો સપડાવવા માટે અને લોકોના મહેણાં ટોણાં સાંભળવા માટે આગળ કરી દીધો. આપ ﷺ એ શંકાસ્પદ વસ્તુઓમાં પડવાનું આ હદીષમાં એક ઉદાહરણ આપ્યું છે, તેનું ઉદાહરણ એવું છે કે ભરવાડ પોતાના ઊંટ અને ઘેટાઓને બીજાએ કરેલી સીમાની આજુબાજુ ચરાવે છે, બની શકે છે તેના જાનવર તે સીમાની અંદર જઈ બીજાનો ચારો ચરી શકે છે, એવી જ રીતે તે વ્યક્તિ પણ, જે શંકાસ્પદ વસ્તુઓની નજીક જાય છે, બની શકે છે તે તેમાં સપડાય જશે, અને તે હરામની નજીક પહોંચી જાય છે. ત્યારબાદ આપ ﷺ એ જણાવ્યું કે શરીરમાં એક ભાગ અથવા ટુકડો છે (અને તે દિલ છે) તેના સરખા રહેવાથી સંપૂર્ણ શરીર સરખું રહેશે અને જો તે બગડશે તો સંપૂર્ણ શરીર ખરાબ થઈ જશે..

فوائد الحديث

શંકાસ્પદ વસ્તુઓ, જેનું હરામ અથવા હલાલ હોવું સ્પસ્ટ ન હોય તેને છોડી દેવ પ્રત્યે પરેણાં આપવામાં આવી છે.

التصنيفات

શરીઅતનો આદેશ, દિલમાં થતા અમલોની મહ્ત્વતા, નફસનો તઝકિયા