?ખરેખર દુનિયા મીઠી અને લીલીછમ છે, અને અલ્લાહ તમારા માથી પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી તે જોઈ લે કે તમે કેવા…

?ખરેખર દુનિયા મીઠી અને લીલીછમ છે, અને અલ્લાહ તમારા માથી પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી તે જોઈ લે કે તમે કેવા કાર્યો કરો છો, જેથી તમે દુનિયા અને સ્ત્રીઓથી સચેત રહો

અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ દ્વારા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ખરેખર દુનિયા મીઠી અને લીલીછમ છે, અને અલ્લાહ તમારા માથી પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી તે જોઈ લે કે તમે કેવા કાર્યો કરો છો, જેથી તમે દુનિયા અને સ્ત્રીઓથી સચેત રહો, ખરેખર બની ઈસ્રાઇલના લોકોમાં સૌથી પહેલો ફિતનો સ્ત્રીઓ દ્વારા શરૂ થયો હતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે ખરેખર દુનિયા સ્વાદમાં મીઠી અને જોવામાં લીલીછમ છે, બસ માનવી તેના ધોખમાં આવી તેમાં વ્યસ્ત થઈ જાય છે અને તેને જ પોતાની મહત્વપૂર્ણ ચિંતા બનાવી લે છે. અને ખરેખર અલ્લાહ આપણાં માંથી કેટલાકને આ દુનિયાના જીવન માટે પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી આપણે જોઈ લઈએ કે શું આપણે તેનું અનુસરણ કરીએ છે કે તેની અવજ્ઞા કરીએ છીએ? ફરી નબી ﷺએ કહ્યું: તમે દુનિયાનો સામાન અને તેની સુંદરતા જોઈ ધોખામાં પડી જવાથી બચીને રહો, બસ દુનિયા તમને તે કાર્યો છોડવા પર પ્રોત્સાહિત કરે છે, જેને કરવાનો આદેશ અલ્લાહએ આપ્યો છે અને તે કાર્યો કરવા કહે છે જેનાથી અલ્લાહએ રોક્યા છે. દુનિયાનો સૌથી મોટો ફિતનો જેનાથી બચીને રહેવું જોઈએ તે સ્ત્રીઓનો ફિતનો છે, અને તે જ ફિતનો બની ઇસ્રાઇલના લોકોમાં સૌથી પહેલા આવ્યો હતો.

فوائد الحديث

આ હદીષમાં તકવા પર અડગ રહેવા બાબતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને દુનિયાની જાહેર સુંદરતા જોઈ તેમાં વ્યસ્ત થઈ જવાથી સચેત કર્યા છે.

સ્ત્રીઓના ફિતનામાં પડવાથી બચો, તેમની તરફ નઝર કરીને અથવા તેમની સાથે અજાણ પુરુષોને જોઈ, કોઈ પણ સંજોગોમાં સ્ત્રીઓના ફિતનામાં પડવાથી બચો.

દુનિયાનો સૌથી મોટો ફિતનો સ્ત્રીનો ફિતનો છે.

પાછલી કોમોમાં થયેલ કાર્યોથી શીખ મેળવવી જોઈએ, કેમકે જે બની ઇસ્રાઇલના લોકો સાથે થયું તે બીજા લોકો સાથે પણ થઈ શકે છે.

સ્ત્રીઓનો ફિતનો, જો તે પત્ની છે તો તે પોતાના પતિને જરૂરત કરતા વધું ખર્ચ કરવાનું કારણ બની શકે છે, અને તેને દુનિયાના કામોમાં થાકવા પ્રત્યે મજબૂર કરી દેશે, અને જો કોઈ અજાણ સ્ત્રી હોઈ તો તે પુરુષો સાથે તેમનો ફિતનો ઘરો માંથી બહાર નીકળી તેમની સાથે મળી જવું છે, ખાસ કરીને તે સ્ત્રી જે પડદો ન કરતી હોઈ અને સુંદર હોય, અને આ બાબતો વ્યભિચારમાં પડવાનું કારણ બની શકે છે, જેથી એક મોમિને અલ્લાહ સાથે જોડાયેલું રહેવું જોઈએ અને અલ્લાહ પાસે તેમના ફિતનામાં સપડાવવાથી બચવાની દુઆ માંગવી જોઈએ.

التصنيفات

અહકામુન્ નિસા (સ્ત્રીઓના આદેશો), દુનિયાનો લોભની નિંદા