إعدادات العرض
અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું…
અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે, જ્યારે બંદો કહે છે: {الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ}, અર્થ: દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રશંસા કરી, જ્યારે બંદો કહે છે: {الرَّحْمَنِ الرَّحِيمِ}, અર્થ: (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારા વખાણ કર્યા , જ્યારે બંદો કહે છે: {مَالِكِ يَوْمِ الدِّينِ}, અર્થ: બદલાના દિવસ (કયામત) નો માલિક છે, કહે છે તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રતિષ્ઠતા વર્ણન કરી અને એક વખત કહે છે કે મારા બંદાએ તેના કાર્યો મારા હવાલે કરી દીધા, અને જ્યારે બંદો કહે છે: {إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ}, અર્થ: અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ, તો અલ્લાહ તઆલા કહે છે: આ ભાગ મારી અને મારા બંદા વચ્ચે છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે, પછી જ્યારે બંદો કહે છે: {اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ، صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ}, અર્થ: અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે. તો અલ્લાહ કહે છે: આ મારા બંદા માટે છે, જે તેણે માગ્યું».
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština አማርኛ Yorùbá Nederlands اردو Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe සිංහල हिन्दी Tiếng Việt Hausa తెలుగు Kiswahili ไทย پښتو অসমীয়া دری Кыргызча Lietuvių Kinyarwanda नेपाली മലയാളം Bosanski Italiano ಕನ್ನಡ Kurdî Oromoo Română Shqip Soomaali Српски Wolof Українська Tagalog தமிழ் Moore Malagasy Azərbaycan فارسی ქართული 中文 Magyarالشرح
નબી ﷺ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલા હદીષે કુદ્સીમાં કહે છે: નમાઝમાં સૂરે ફાતિહાને અડધી અડધી અલ્લાહ અને બંદા વચ્ચે વહેંચી દીધી છે, અડધી મારા માટે અને અડધી તેના માટે. પહેલો અડધો ભાગ: અલ્લાહ તઆલાની પ્રશંસા, તેના વખાણ અને તેની મહાનતાનું વર્ણન, તેના પર અલ્લાહ તઆલા ભવ્ય બદલો આપે છે. બીજો અડધો ભાગ: બંદાની વિનમ્રતા અને દુઆ, તેના વડે અલ્લાહ પાસે દુઆ કરે છે અને તે તેની માંગણી પ્રમાણે આપે છે. જ્યારે નમાઝ પઢનાર કહે છે: (الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ), અર્થ: દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે. તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રશંસા કરી, જ્યારે બંદો કહે છે: {الرَّحْمَنِ الرَّحِيمِ}, અર્થ: (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). તો અલ્લાહ તઆલા કહે કહે છે: મારા બંદાએ મારા વખાણ કર્યા, અને મારા માટે મારા સર્જન પર કરવામાં આવેલ એહસાનને કબૂલ કરે છે, ફરી જ્યારે બંદો કહે છે: {مَالِكِ يَوْمِ الدِّينِ}, અર્થ: બદલાના દિવસ (કયામત) નો માલિક છે. તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રતિષ્ઠતા વર્ણન કરી, આ એક મહાન સન્માન છે. ફરી જ્યારે બંદો કહે છે:{إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ}, અર્થ: અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ. તો અલ્લાહ તઆલા કહે છે: આ ભાગ મારી અને મારા બંદા વચ્ચે છે. પહેલો અડધો ભાગ આ આયત પર પૂર્ણ થાય છે, (إياك نعبد) અને એ બંદો અલ્લાહના સાચા ઇલાહ હોવાને કબૂલ કરે છે, ઈબાદત વડે તેની પાસે દુઆ કરે છે, પહેલો અડધો ભાગ અહીંયા પૂર્ણ થયો જે અલ્લાહ માટે છે. આયતનો બીજો ભાગ બંદા માટે છે, (إياك نستعين) અલ્લાહ પાસે મદદ માંગવામાં આવી રહી છે, અને તેની મદદ કરવાનનું વચન આપવામાં આવી રહ્યું છે. અને જ્યારે બંદો કહે છે: {اهدنا الصراط المستقيم * صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين}, તો અલ્લાહ તઆલા કહે છે: આ મારા બંદાની વિનમ્રતા અને દુઆ છે, અને મારા બંદાએ મારી પાસે સવાલ કર્યો અને મેં તેની દુઆનો જવાબ આપ્યો.فوائد الحديث
સૂરે ફાતિહાની મહત્ત્વતા, અલ્લાહ તઆલાએ તેનું એક નામ (અસ્ સલાહ) રાખ્યું.
અલ્લાહ તઆલાની બંદા પ્રત્યે નમ્રતા, જ્યારે તે તેના વખાણ તેની પ્રસંશા અને તેની મહાનતાનું વર્ણન કરે છે, તો બંદાએ સવાલ કરેલ વસ્તુઓ મુજબ તેને આપવાનું વચન આપે છે.
આ પવિત્ર સૂરહ અલ્લાહના વખાણ, અંતિમ ઠેકાણાની યાદગીરી પર, અલ્લાહ પાસે દુઆ કરવા પર, ઈબાદત ફક્ત અલ્લાહની જ કરવા પર, સાચા માર્ગ તરફ માર્ગદર્શનની દુઆ કરી અને બાતેલ કોમોથી બચવા તેમજ દૂર રહેવા પર આધારિત છે.
આ હદીષ નમાઝી વ્યક્તિના ભરોસાને વધારે છે, જ્યારે તે સૂરે ફાતિહા પઢે છે, તો તેની નમાઝમાં વિનમ્રતા આવી જાય છે.