ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે

ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે, લોકોની ખામીઓ શોધતા ન ફરો, જાસૂસી ન કરો, ઈર્ષ્યા ન કરો, કોઈની પીઠ પાછળ તેની બુરાઈ ન કરો, એકબીજાથી નફરત ન કરશો, દરેક અલ્લાહના બંદાઓ અંદરો અંદર ભાઈભાઈ બનીને રહો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ કેટલાક નકારાત્મક તત્વોથી બચવા તેમજ તેનાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે, જે તત્વો મુસલમાન વચ્ચે દુશ્મની અને જુદાઈનું કારણ બને છે, તેમાંથી: (અનુમાન) તે એક આરોપ હોય છે, જે કોઈ પુરાવા વગર દિલમાં ઉભરે છે, જણાવ્યું કે આ વસ્તુ ઘણી વખત જૂઠી હોય છે. (લોકોની ખામીઓ શોધતા ફરવું): આંખો અને કાન વડે લોકોની ખામીઓ પર નજર રાખવી. (જાસૂસી કરવી): છુપી રીતે કોઈનો ભેદ જાણવો, ઘણી વખત આ વસ્તુ બુરાઈને જન્મ આપે છે. (ઈર્ષ્યા): બીજાની નેઅમતોની પ્રાપ્તિ પર નાખુશ થવું. (પીઠ પાછળ બુરાઈ કરવી): એટલા માટે કે તેઓ એકબીજાથી મોઢું ફેરવી લે છે, સલામ નથી કરતા, અને મુસલમાન ભાઈની મુલાકાત પણ નથી લેતા. (નફરત કરવી): નાપસંદ કરવા, નફરત કરવી, બીજાને તકલીફ આપવી, ખોટી વાતો કરવી, ખરાબ વર્તન કરવુ. ફરી નબી ﷺ એ એક શ્રેષ્ઠ શબ્દ વર્ણન કર્યો, જે મુસલમાનોની સ્થિતિને સુધારા માટે ખૂબ જ જરૂરી છે: (તમે સૌ અલ્લાહના બંદા ભાઈભાઈ બનીને રહો) ભાઈચારો એક એવું બંધન છે, જે લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે, અને તેમની વચ્ચે પ્રેમ અને મોહબ્બતને મજબૂત કરે છે.

فوائد الحديث

જે વ્યક્તિ પોતાની ખરાબ આદતોના કારણે નામચીન હોય તેના વિશે ખરાબ અનુમાન કરવું કંઈ વાંધો નથી, મોમિન વ્યક્તિએ ચતુર હોવું જોઈએ, તેઓએ દુરાચારી અને વિદ્રોહી લોકોની વાતોમાં ન આવવું જોઈએ.

અહીંયા તે પાપ (ગુનાહ) થી સાવેચત કરવામાં આવ્યા છે, જે દિલમાં બેસી જાય છે, જ્યારેત તે તેના પર અડગ રહે, પરંતુ જો દિલમાં કોઈ વાત આવે અને તેના પર અડગ ન રહે તો તેના માટે કોઈ ગુનોહ નથી.

મુસ્લિમ સમુદાય વચ્ચે જાસૂસી, ઈર્ષ્યા જેવા ખરાબ તત્વો દ્વારા વિવાદ ઉભો કરવા પર રોક લગાવી છે.

નસીહત અને સ્નેહમાં મુસલમાનો સાથે એક ભાઈ જેવું વર્તન કરવાની વસિયત.

التصنيفات

નિંદનીય અખલાક