કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ રાખે, એવી રીતે કે જ્યારે બન્ને…

કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ રાખે, એવી રીતે કે જ્યારે બન્ને એકબીજાની સામને આવી જાય તો બન્ને એકબીજાથી મોઢું ફેરવી લે, તે બન્ને માંથી શ્રેષ્ઠ તે છે, જે સલામ કરવાની શરૂઆત કરે

અબૂ અય્યૂબ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ રાખે, એવી રીતે કે જ્યારે બન્ને એકબીજાની સામને આવી જાય તો બન્ને એકબીજાથી મોઢું ફેરવી લે, તે બન્ને માંથી શ્રેષ્ઠ તે છે, જે સલામ કરવાની શરૂઆત કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ ﷺ એ તે વાતથી રોક્યા છે કે કોઈ મુસલમાન બીજા મુસલમાન સાથે ત્રણ રાતોથી વધારે વાતચીત બંદ રાખે, અને સ્થિતિ એ થઈ જાય કે જ્યારે તે બંને એકબીજા સાથે મુલાકાત કરે, તો તે બન્ને એકબીજાને સલામ કરે અને ન તો વાતચીત કરે. તે બન્ને માંથી શ્રેષ્ઠ તે વ્યક્તિ છે, જે નફરત દૂર કરવાનો પ્રયત્ન કરે અને સલામ કરી શરૂઆત કરે, આ હદીષમાં જે સબંધ તોડવાની વાત કરી છે, તે પોતાના હેતુ માટે સંબંધ તોડવો છે, અલ્લાહ માટે તોડવામાં આવેલો સંબંધ તેનો કોઈ સમય નક્કી નથી, જેવું કે નાફરમાન લોકો, બિદઅતી લોકો અને દુરાચારી લોકો સાથે વાત ન કરવી, આ પ્રમાણેના સંબંધ જ્યાં સુધી કારણ તેનામાં હશે, ત્યાં સુધી રહેશે અને જ્યારે તે કારણ ખતમ થઈ જાય તો પછી વ્યવહારમાં પણ સુધાર લાવવો પડશે.

فوائد الحديث

ત્રણ દિવસ અથવા તેનાથી ઓછા દિવસ વાતચીત બંધ કરવી જાઈઝ છે, જે માનવીના ફિતરત પ્રમાણે છે, ત્રણ દિવસમાં અબોલા ખતમ કરી દેવા જોઈએ જેથી બન્નેની અનબન ખત્મ થઈ જાય.

સલામ કરવાની મહત્ત્વતા, જેનાથી દિલોની અનબન (ઝગડો) દૂર થઈ જાય છે, અને જે મોહબ્બત પેદા કરવાની નિશાની પણ છે.

ઇસ્લામ પોતાના અનુયાયીઓ વચ્ચે ભાઈચારો અને મોહબ્બત પેદા કરવાની ઈચ્છા ધરાવે છે.

التصنيفات

મહત્ત્વતાઓ અને અદબો, હિજરત અને તેની શરતો, સલામ તેમજ પરવાનગી લેવાના આદાબ