જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે તો તેને આખિરતમાં પહેરાવામાં નહીં આવે

જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે તો તેને આખિરતમાં પહેરાવામાં નહીં આવે

ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે તો તેને આખિરતમાં પહેરાવામાં નહીં આવે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પુરુષો માંથી જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે, તો આખિરતમાં તેને રેશમી પોશાક પહેરાવવામાં નહીં આવે જ્યાં સુધી તે તૌબા ન કરી લે.

فوائد الحديث

રેશમનો અર્થ શુદ્ધ કુદરતી રેશમ છે, પરંતુ કૃત્રિમ રેશમનો હદીષમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

પુરુષો માટે રેશમનો પોશાક પહેરવો હરામ છે.

રેશમનો પોશાક પર જે રોક લગાવી છે, તે પહેરવા અને પાથરવા બન્ને પર લાગુ પડે છે.

પુરૂષોને તેમના કપડા પર સહેજ રેશમ પહેરવાની છૂટ છે, જે બે થી ચાર આંગળીઓથી વધુ પહોળુ ન હોવું જોઈએ, જેનો ઉપયોગ ધ્વજ અથવા કપડાના હેમ તરીકે થાય છે.

التصنيفات

પોશાકના આદાબ