આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા…

આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક», પૂછવામાં આવ્યું કે સૌથી વધારે જહન્નમમાં કોણ દાખલ થશે? આપ ﷺ એ જવાબ આપ્યો: «જબાન અને ગૂંપ્તાગ».

[હસન સહીહ] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જન્નતમાં દાખલ થવાના સૌથી મોટો બે સ્ત્રોત છે, જે નીચે પ્રમાણે છે: અલ્લાહનો તકવો અને સારા અખલાક. અલ્લાહનો તકવો: તેણે આપેલ આદેશો પર અમલ કરવો અને તેણે રોકેલા કાર્યોથી બચી પોતાને અલ્લાહના અઝાબથી બચાવવું. સારા અખલાક: ચહેરા ફેલાવવું અર્થાત્ ખુશ રહેવું, નેકી કરવી અને તકલીફ આપવાથી બચવું. જહન્નમમાં દાખલ થતા સૌથી મોટા બે સ્ત્રોત: જબાન અને ગુપ્તાગ. જબાનને ગુનાહના કામોથી બચાવવામાં આવે અને તે જૂઠું બોલવું, ગિબત કરવી, ચાડી કરવી વગેરે. ગૂંપ્તાગથી થતા ગુનાહ: વ્યભિચાર, લિવાતત અર્થાત્ હોમૉસેક્સ્યુલ્ (સમલૈંગિકતા).

فوائد الحديث

જન્નતમાં પ્રેવેશ માટે ઘણા સ્ત્રોત છે, જે અલ્લાહ સાથે જોડાયેલા છે, તેમાંથી, અલ્લાહનો ડર, અને કેટલાક સ્ત્રોતનો સંબંધ લોકો સાથે જોડાયેલો છે, તેમાંથી એક સારા અખલાક.

માનવી માટે જબાનની આપત્તિઓ (આફતો) અને તે જહન્નમમાં દાખલ થવાનો એક સ્ત્રોત છે.

માનવી માટે મનેચ્છાઓ અને વાસનાઓની આપત્તિ કે તેના કારણે ઘણા લોકો જહન્નમમાં દાખલ થશે.

التصنيفات

પ્રસંશનીય અખલાક, જન્નત અને જહન્નમની લાક્ષણિકતા