સારા અને ખરાબ દોસ્તનું ઉદાહરણ એવું છે, જેમકે અત્તર વેચનાર અને ભઠ્ઠી સળગાવનાર,

સારા અને ખરાબ દોસ્તનું ઉદાહરણ એવું છે, જેમકે અત્તર વેચનાર અને ભઠ્ઠી સળગાવનાર,

અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સારા અને ખરાબ દોસ્તનું ઉદાહરણ એવું છે, જેમકે અત્તર વેચનાર અને ભઠ્ઠી સળગાવનાર, બસ અત્તર વેચનાર: જે તમને અત્તર ભેટમાં આપશે અથવા તમે તેની પાસેથી ખરીદી લે શો, અથવા તો તમને તેની પાસેથી સુગંધ જ આવશે, અને ભઠ્ઠી સળગાવનાર: જે તમારા કપડાં સળગાવી દે શે અથવા તો તમને તેની પાસેથી દુર્ગંધ જ આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ બે પ્રકારના લોકોનું ઉદાહરણ વર્ણન કર્યું છે: પહેલો પ્રકાર: સારો અને સાચો દોસ્ત, જે તમને અલ્લાહ અને તેની પ્રસન્નતાવાળા કાર્યો તરફ માર્ગદર્શન આપશે, અને અલ્લાહનું અનુસરણ કરવામાં મદદ રૂપ થશે, બસ તેનું ઉદાહરણ કસ્તુરી (એક પ્રકાની સુગંધ) વેચનાર જેવુ છે, જે તમને ભેટ આપશે અથવા તમે તેની પાસેથી કસ્તુરી ખરીદી લે શો, અથવા તો તમને તેની પાસેથી સુગંધ જ આવશે. બીજો પ્રકાર: ખરાબ દોસ્ત; કારણકે તે તમને અલ્લાહના માર્ગથી રોકશે, અને ખરાબ કાર્યોમાં તમારી મદદ કરશે, અને તમને તેની પાસેથી ખરાબ કાર્યો જ દેખાશે, અને તે પ્રકારના લોકોની જોડે બેસનારની નિંદા જ થાય છે, બસ તેનું ઉદાહરણ ભઠ્ઠી સળગાવનાર જેવુ છે, જે પોતાના ઉડતા તણખાથી તમારા કપડાં બાળી નાંખશે, અથવા તેની નજીક જવાથી તમને દુર્ગંધ જ આવશે.

فوائد الحديث

સાંભળવાવાળાને કોઈ વાત સમજાવવા માટે ઉદાહરણ આપી શકાય છે.

સારા અને આજ્ઞાકારી લોકો સાથે રહેવાં પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને ખરાબ અને ફસાદી લોકોથી દૂર રેહવા અને તેમનાથી સચેત રહેવાનું કહ્યું છે.

التصنيفات

સદાચારી લોકોના સ્થિતિ, ગુનાહની નિંદા