નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને…

નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે

મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: હું આપ ﷺ સાથે ગધેડા પર પાછળ સવારી કરી રહ્યો હતો, આપ ﷺ એ કહ્યું: «હે મઆઝ શું તમે જાણો છો કે અલ્લાહનો હક તેના બંદાઓ પર શું છે? અને બંદાઓના હક અલ્લાહ પર શુ છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે», મેં કહ્યું: કે હે અલ્લાહ ના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? આપ ﷺ એ કહ્યું: «તમે તેમને ખુશખબરી ન આપો, ફરી તેઓ ફક્ત ઈમાન પર જ ભરોસો કરી લેશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ બંદાઓ પર અલ્લાહના કયા કયા હકો (અધિકારો) છે અને અલ્લાહ પર તેના બંદાઓના કયા કયા હકો (અધિકારો) છે તે વર્ણન કર્યા છે, બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ ફક્ત એક અલ્લાહની જ ઈબાદત કરે તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવે, અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે જે ફક્ત તેની જ ઈબાદત કરતો હોય અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેહરાવતો હોય તેને તે અઝાબ ન આપે. ફરી જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? જેથી તેઓ આ કૃપા વડે ખુશ થાય? તો નબી ﷺ એ તેમને આવું કરવાથી રોક્યા, તે ભયથી કે લોકો ફક્ત તેના પર જ ભરોસો ન કરી લે.

فوائد الحديث

આ હદીષમાં નબી ﷺ એ બંદાઓ પર અલ્લાહના જે હકો વાજિબ છે, તે વર્ણન કર્યા છે તે એ કે ફક્ત તેની જ ઈબાદત કરવામાં આવે અને તેની સાથે કોઈને ભાગીદાર ઠેહરાવવામાં ન આવે.

આ હદીષમાં નબી ﷺ એ બંદાઓના તે હકો જે અલ્લાહએ પોતાના પર કૃપા અને નેઅમત રૂપે ફરજ કર્યા છે તેને પણ વર્ણન કર્યા છે તે એ કે અલ્લાહ તેમને જન્નતમાં દાખલ કરે અને તેમને અઝાબ ન આપે.

આ હદીષમાં એકેશ્વરવાદી (તૌહીદ પરસ્ત) લોકો માટે મહાન ખુશખબર છે, જે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નથી ઠેહરાવતા અને તેમનું ઠેકાણું જન્નત છે.

આ હદીષને મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુ પહેલા ઇલ્મ છુપાવવાના ગુનાહમાં સપડાવવાના ભયથી વર્ણન કરી દીધી.

આ હદીષમાં એક ચેતવણી આપવામાં આવી છે કે કેટલીક હદીષો કેટલાક લોકો સમક્ષ વર્ણન કરવામાં ન આવે કારણકે તેઓ તેનો અર્થ સમજી શકતા નથી, અને તેઓ એમ સમજશે કે કોઈ પણ અમલ કરવો જરૂરી નથી અને ન તો શરીઅતે કોઈ પણ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.

તૌહીદ વાળાઓનો મામલો અલ્લાહના હાથમાં છે, જો અલ્લાહ ઈચ્છે તો તેમને અઝાબ આપશે અને જો ઈચ્છે તો માફ કરી દેશે, છેવટે તેમને જન્નતમાં દાખલ કરી દે શે.

التصنيفات

તૌહીદે ઉલુહિયત, તૌહીદની મહ્ત્વતા