જે વ્યક્તિ કોઈ જગ્યા પર રોકાણ કરે અને આ દુઆ પઢે: "અઊઝુબિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ મિન્ શર્રિ મા ખલક" (અર્થ: હું…

જે વ્યક્તિ કોઈ જગ્યા પર રોકાણ કરે અને આ દુઆ પઢે: "અઊઝુબિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ મિન્ શર્રિ મા ખલક" (અર્થ: હું અલ્લાહના સર્જનના ડરથી અલ્લાહ તઆલાના સંપૂર્ણ કલિમાના શરણમાં આવું છું.) તો તે જ્યાં સુધી ત્યાં રોકાશે, તેને કોઈ વસ્તુ નુકસાન નહીં પહોંચાડી શકે

ખવ્લહ બિન્તે હકીમ અસ્ સુલમી રઝી અલ્લાહુ અન્હા કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ કોઈ જગ્યા પર રોકાણ કરે અને આ દુઆ પઢે: "અઊઝુબિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ મિન્ શર્રિ મા ખલક" (અર્થ: હું અલ્લાહના સર્જનના ડરથી અલ્લાહ તઆલાના સંપૂર્ણ કલિમાના શરણમાં આવું છું.) તો તે જ્યાં સુધી ત્યાં રોકાશે, તેને કોઈ વસ્તુ નુકસાન નહીં પહોંચાડી શકે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ પોતાની કોમને શ્રેષ્ઠ દુઆ અને ઉત્તમ પનાહ માંગવાના શબ્દો તરફ માર્ગદર્શન આપ્યું છે, જે વ્યક્તિ કોઈ જગ્યાએ રોકાવવા ઇચ્છતો હોય, તો તે આ દુઆ પઢી લે, ભલેને તે સફર પર હોય કે કોઈ પિકનીક પર હોય, કે તેઓ અલ્લાહના સંપૂર્ણ કલિમાને પોતાના ફઝલ અને રહેમત રૂપે ફાયદો પહોંચાડે, જે કોઈ ખામી અને નુકસાન પહોંચાડવા જેવી વસ્તુ સામે પનાહ રૂપે ઉપયોગ કરે છે, તે દરેક સર્જનની બુરાઈથી, જેમાં બુરાઈ હશે, જો તે આ દુઆ પઢશે તો દરેક વસ્તુ જે તેને નુકસાન પહોંચાડી શકે છે, તેનાથી સુરક્ષિત રહેશે.

فوائد الحديث

પનાહ માંગવી એક ઈબાદત છે, અને તે ફક્ત અલ્લાહ તઆલા પાસે અથવા તેના પવિત્ર નામો અને ગુણોથી જ લેવામાં આવે.

અલ્લાહના કલિમાં દ્વારા શરણ માંગવાની યોગ્યતા, કારણકે તે પણ અલ્લાહના પવિત્ર ગુણો માંથી એક ગુણ છે, જો અલ્લાહને છોડીને કોઈ સર્જન પાસે શરણ માંગવામાં આવે તો તે શિર્ક ગણવામાં આવશે.

આ દુઆની મહત્ત્વતા અને તેની બરકત.

બુરાઈથી બચવા બંદાની સુરક્ષા માટે ઝિક્ર એક પ્રબળ સ્ત્રોત છે.

અલ્લાહને છોડીને જિન, જાદુ વડે અથવા દજ્જાલની ગુણવત્તા ધરાવતા લોકો પાસે શરણ માંગવાથી રોકવામાં આવ્યા છે.

સફર અથવા પડાવ વખતે આ દુઆ પઢવી જાઈઝ છે.

التصنيفات

કોઈ પણ પરિસ્થિતિ વખતે પઢવાની દુઆ