જહન્નમને મનેચ્છાઓ વડે ઢાંકી લેવામાં આવી છે અને જન્નતને અનિચ્છનીય વસ્તુઓથી ઢાંકી લેવામાં આવી છે

જહન્નમને મનેચ્છાઓ વડે ઢાંકી લેવામાં આવી છે અને જન્નતને અનિચ્છનીય વસ્તુઓથી ઢાંકી લેવામાં આવી છે

અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «જહન્નમને મનેચ્છાઓ વડે ઢાંકી લેવામાં આવી છે અને જન્નતને અનિચ્છનીય વસ્તુઓથી ઢાંકી લેવામાં આવી છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે, કે જહન્નમને એવી વસ્તુઓ વડે ઘેરી લેવામાં આવી છે જે માનવીને સારી લાગે છે, જેમકે હરામ કાર્યો કરવા, અને અલ્લાહએ આપેલ આદેશોનું અનુસરણ ન કરવું; બસ જે વ્યક્તિ પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરશે, તે જહન્નમમાં દાખલ થશે, જ્યારે કે જન્નતને એવી વસ્તુઓ વડે ઘેરી લેવામાં આવી છે, જે માનવીને પસંદ નથી હોતી, જેમકે સતત અલ્લાહના આદેશોનું પાલન કરતા રહેવું, હરામ કાર્યોથી બચીને રહેવું, અને તેના માર્ગમાં આવનારી પરેશાનીઓનો સામનો કરવો, જ્યારે માનવી પોતાના નફસ સાથે લડીને આ કાર્યો કરે છે તો તે જન્નતનો હકદાર બને છે.

فوائد الحديث

આ હદીષ દ્વારા જાણ્યા મળ્યું કે માનવી મનેચ્છાઓમાં એટલા માટે પણ સપડાઈ જાય છે, કે શૈતાન બુરાઈને સુંદર બનાવીને તેની સામે રજૂ કરે છે, જેના કારણે માનવી તેને સારું સમજી તેની સમક્ષ જુકી જાય છે.

આ હદીષમાં હરામ મનેચ્છાઓ પાછળ પડવાથી રોક્યા છે, અને તે જહન્નમનો માર્ગ છે, અને આ હદીષમાં અપ્રિય વસ્તુઓને સહન કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, કારણકે તે જન્નતનો માર્ગ છે.

આ હદીષમાં પોતાના નફસ સાથે લડવા, અને વધુમાં વધુ પ્રમાણમાં ઈબાદત સાથે જોડાયેલી અપ્રિય વસ્તુઓને સહન કરવાની પ્રેરણા આપવામાં આવી છે.

التصنيفات

જન્નત અને જહન્નમની લાક્ષણિકતા