?‌કબીરહ ગુનાહો: અલ્લાહ સાથે શિર્ક કરવું, માતા-પિતાની અવજ્ઞા કરવી, નાહક કતલ કરવું, જૂઠી કસમ ખાવી

?‌કબીરહ ગુનાહો: અલ્લાહ સાથે શિર્ક કરવું, માતા-પિતાની અવજ્ઞા કરવી, નાહક કતલ કરવું, જૂઠી કસમ ખાવી

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ રીવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «‌કબીરહ ગુનાહો: અલ્લાહ સાથે શિર્ક કરવું, માતા-પિતાની અવજ્ઞા કરવી, નાહક કતલ કરવું, જૂઠી કસમ ખાવી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ કબીરહ ગુનાહ વિશે જણાવ્યું, કે વર્ણવેલ ગુનાહ કરવાવાળાને દુનિયા અને આખિરતમાં સખત ચેતના આપવામાં આવી છે. પહેલું: "અલ્લાહ સાથે શિર્ક કરવું" કોઈ પણ પ્રકારની ઈબાદતને અલ્લાહ સિવાય અન્ય માટે કરવી, અને અલ્લાહ માટે જે ખાસ ગુણો છે તેની રુબૂબિય્યતમાં (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યતમાં (પૂજ્ય હોવામાં), અને અસ્મા વ સિફાતમાં (પવિત્ર નામો અને ગુણોમાં) તેમાં અન્યને તેના બરાબર ઠેહરાવવો. બીજું : "માતા-પિતાની અવજ્ઞા કરવી" માતા-પિતાને કોઈ પણ રીતે તકલીફ પહોંચાડવી, પોતાની જબાન વડે અથવા પોતાના કાર્યો વડે, અને તેમની સાથે એહસાન (સારો વ્યવહાર) કરવાનું છોડી દેવું. ત્રીજું: "નાહક કતલ કરવું" કોઈના પર જુલમ, અત્યાચાર કરતા અથવા શત્રુતામાં કતલ કરવું. ચોથું: "જૂઠી કસમ ખાવી" જાણવા છતાં જૂઠી કસમ ઉઠાવવી, જૂઠી કસમને ગમૂસ એટલા માટે કહેવામાં આવે છે કે આ જૂઠી કસમ ખાનારને કસમના ગુનાહ અથવા જહન્નમ તરફ લઈ જાય છે.

فوائد الحديث

જૂઠી કસમ માટે કોઈ કફ્ફારો નથી, તે ગુનાહની ગંભીરતા અને ભયના કારણે, આ ગુનોહ કરનાર માટે તૌબા કરવી જરૂરી છે.

આ હદીષમાં ફક્ત ચાર કબીરહ (મોટા)ગુનાહોનું વર્ણન થયું છે, તે ગુનાહની ગંભીરતાના કારણે, એવું નથી કે કબીરહ (મોટા) ગુનાહ ફક્ત આ ચાર જ છે, (તે સિવાય બીજા ઘણા છે).

ગુનાહો બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે, કબીરહ (મોટા) ગુનાહ અને સગીરહ (નાના) ગુનાહ, કબીરહ ગુનાહ: તે દરેક ગુનાહ જેની સજા દુનિયામાં જ લેવામાં આવતી હોય, જેવું કે હુદુદ (હદ કાયમ કરવી) તેમજ આરોપ મુકવાની સજા, અથવા જે ગુનાહ પર આખિરતમાં ચેતવણી આપી હોય, જેવું કે જહન્નમની ચેતવણી, અને કબીરહ ગુનાહોમાં પણ તબક્કા હોય છે, જેની ચેતના એકબીજાથી સખત હોય શકે છે. કબીરહ (મોટા) ગુનાહ સિવાયના દરેક ગુનાહને સગીરહ (નાના) ગુનાહ કહે છે.

التصنيفات

ગુનાહની નિંદા, ગુનાહની નિંદા