હે બાળક ! બિસ્મિલ્લાહ પઢો, જમણા હાથ વડે ખાઓ, અને પોતાની બાજુથી ખાઓ

હે બાળક ! બિસ્મિલ્લાહ પઢો, જમણા હાથ વડે ખાઓ, અને પોતાની બાજુથી ખાઓ

ઉમર બિન અબી સલમહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું નાનો હતો અને નબી ﷺ ની દેખરેખ હેઠળ હતો, (ખાતા સમયે) મારો હાથ વાસણમાં ચારેય બાજુ જતો હતો, તો નબી ﷺ એ મને કહ્યું: «હે બાળક ! બિસ્મિલ્લાહ પઢો, જમણા હાથ વડે ખાઓ, અને પોતાની બાજુથી ખાઓ» ત્યારબાદ હું હમેંશા ઉપરોક્ત વાતો મુજબ ખાતો હતો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઉમર બિન અબી સલમહ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પત્ની ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હાના દીકરા હતા, તેઓ નબી ﷺ ની દેખરેખ અને ઉછેરમાં હતા, ખાતી સમયે તેમનો હાથ વાસણમાં દરેક જગ્યાએ જતો હતો, તો નબી ﷺ એ તેમને ખાવાના ત્રણ અદબ શીખવાડયા: પહેલો અદબ: ખાતા પહેલા "બિસ્મિલ્લાહ" પઢવું, બીજો અદબ: જમણા હાથ વડે ખાવું. ત્રીજો અદબ: પોતાની બાજુથી ખાવું જોઈએ.

فوائد الحديث

ખાવા-પીવાનું શરૂ કરતાં પહેલાં બિસ્મિલ્લાહ પઢવું તેના અદબ માંથી એક છે.

નાના બાળકોને અદબ શીખવાડવા જરૂરી છે, ખાસ કરીને આ જવાબદારી તે લોકોની છે, જેમના હેઠળ બાળકોની તરબિયત થતી હોય.

નબી ﷺ ની નરમી, અને એ કે આપ બાળકોને અદબ શીખવાડવા માટે કેટલા ચિંતિત રહેતા હતા.

ખાવાના અદબ માંથી એ કે પોતાની બાજુથી ખાવું જોઈએ, હા, જો વિવિધ પ્રકારની વસ્તુઓ દસ્તરખાન પર હોય તો હાથ લાંબો કરી તેને લઈ શકાય છે.

નબી ﷺ એ શીખવાડેલા અદબનું સહાબા ઘણું ધ્યાન રાખતા હતા, આ વાત ઉમર રઝી અલ્લાહુ અન્હુની વાતથી પણ સાબિત થાય છે, તેઓએ કહ્યું: ત્યારબાદ હું જ્યારે પણ ખાવા બેસતો નબી ﷺ એ શીખવાડેલા દરેક અદબનું ધ્યાન રાખતો.

التصنيفات

ખાવાપીવાના આદાબ