જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના…

જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા પણ કેમ ન હોય

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા પણ કેમ ન હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં આપ ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ એક દિવસમાં સો વખત "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" પઢશે તો તેના ગુનાહ ખત્મ કરી દેવામાં આવે છે અને તેને માફ કરી દેવામાં આવે છે, ભલેને તેણે કેટલાય ગુનાહ કેમ ન કર્યા હોય, જેવા કે સમુદ્રના કિનારા પર તેના મોજા અને તેની લહેરો દ્વારા દેખાતી સફેદ ફીણ જેટલા પણ કેમ ન હોય.

فوائد الحديث

આ સવાબ સતત દિવસમાં સો વખત પઢનાર અથવા અંતરાલ સો વખત પઢનર બંનેને પ્રાપ્ત થશે.

અત્ તસ્બીહ: અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કે તે દરેક ખામીથી પાક છે, વલ્ હમ્દ (પ્રસંશા): તેને મોહબ્બત અને મહાનતા સાથે દરેક પ્રકારથી સપૂર્ણ માનવો.

આ હદીષમાં જે ગુનાહ માફ કરવાની વાત છે, તે સગીરહ (નાના) ગુનાહ છે, કબીરહ (મોટા) ગુનાહ જેના માટે તૌબા કરવી જરૂરી છે.

التصنيفات

ઝિકરની મહ્ત્વતા