અલ્લાહની નજીક સૌથી શ્રેષ્ઠ શબ્દો આ ચાર શબ્દો છે : સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહી, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ…

અલ્લાહની નજીક સૌથી શ્રેષ્ઠ શબ્દો આ ચાર શબ્દો છે : સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહી, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર, આ શબ્દો માંથી તમે જે શબ્દ વડે શરૂઆત કરો કરી શકો છો

સમુરહ બિન જુન્દુબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની નજીક સૌથી શ્રેષ્ઠ શબ્દો આ ચાર શબ્દો છે : સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહી, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર, આ શબ્દો માંથી તમે જે શબ્દ વડે શરૂઆત કરો કરી શકો છો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાની નજીક ચાર શબ્દો સૌથી શ્રેષ્ઠ છે: સુબ્હાનલ્લાહિ: અલ્લાહ તઆલાને દરેક પ્રકારની ખામીઓથી પાક અને પવિત્ર સાબિત કરવો. વલ્ હમ્દુ લિલ્લાહ : તેનો અર્થ એ કે અલ્લાહ તઆલાને દરેક પ્રકારથી સંપૂર્ણ જણાવવો, અલ્લાહથી મોહબ્બત રાખવી અને સન્માન કરવું. વલા ઇલાહ ઇલ્લલ્લાહ: અર્થાત્: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ નથી. અલ્લાહુ અકબર: અર્થ: અલ્લાહ સૌથી શક્તિશાળી, સૌથી મહાન અને ઉચ્ચ અને સર્વોચ્ચ છે. આ શબ્દોની મહત્ત્વતા અને સવાબ પ્રાપ્ત કરવા માટે બોલતી વખતે ક્રમનો ખ્યાલ રાખવો જરૂરી નથી.

فوائد الحديث

શરીઅતમાં આસાની અને સરળતા, કે તમે જે શબ્દો વડે શરૂઆત કરશો કઈ વાંધો નહીં, તમારા સવાબમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે.

التصنيفات

સામાન્ય ઝિકર