‌શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું?

‌શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું?

અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું : «‌શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું? ત્રણ વખત નબી ﷺ એ આ વાક્ય કહ્યું, પછી સહાબાઓએ કહ્યું: કેમ નહીં, હે અલ્લાહના રસૂલ ! જરૂર જણાવો, નબી ﷺ એ કહ્યું: «‌અલ્લાહ સાથે શિર્ક કરવું અને માતા-પિતાની અવજ્ઞા કરવી», નબી તે સમયે ટેક લગાવી બેઠા હતા, સીધા થઈ નબી ﷺ એ કહ્યું: «‌સાંભળો ! જૂઠી વાત કરવી», ત્યારબાદ નબી ﷺ વારંવાર આ વાત કહેતા રહ્યા અહીં સુધી કે અમે મનમાં કહેવા લાગ્યા કે કદાચ નબી ﷺ ચૂપ થઈ જતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ પોતાના સહાબાઓને સૌથી મોટા ગુનાહ વિશે ખબર આપી રહ્યા છે, અને આ વાક્ય તેમણે ત્રણ વખત કહ્યુ: ૧. અલ્લાહ સાથે શિર્ક કરવું: કોઈ પણ પ્રકારની ઈબાદતને અલ્લાહ સિવાય અન્ય માટે કરવી, અને અલ્લાહ સિવાય અન્યને તેની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યત (પૂજ્ય હોવામાં), અને અસ્મા વ સિફાત (પવિત્ર નામો અને ગુણોમાં) તેના બરાબર ઠેહરાવવો. ૨. માતા-પિતાની નાફરમાની: માતા-પિતાને કોઈ પણ રીતે તકલીફ પહોંચાડવી, પોતાની જબાન વડે અથવા પોતાના કાર્યો વડે, અને તેમની સાથે એહસાન (સારો વ્યવહાર) કરવાનું છોડી દેવું. ૩. જૂઠી વાત તેમાંથી જૂઠી ગવાહી આપવી: તે દરેક જૂઠી વાત અથવા ગવાહી જેનો હેતુ સામે વાળા વ્યક્તિનું અપમાન કરવું હોય, તેના માલને હડપી લેવામાં આવે અથવા તેના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવે, એવી જ અન્ય કામ કરવા. નબી ﷺ જૂઠી ગવાહી બાબતે ચેતવણી આપતા તેમજ સમાજ પર તેના ભયાનક અસર તરફ ધ્યાન દોરતા વારંવાર આ શબ્દો કહેતા ગયા અહીં સુધી કે સહાબાઓ મનમાં કહેવા લાગ્યા કે કદાચ આપ ﷺ હવે ચૂપ થઈ જતા, તેમના પર દયા ખાતા અને આ વસ્તુની નફરત જે તેમને પરેશાન કરી રહી છે.

فوائد الحديث

સૌથી મોટો ગુનોહ, અલ્લાહ સાથે શિર્ક કરવું, કારણકે શિર્ક તે ગુનાહોનું મૂળ અને સૌથી મોટો ગુનોહ છે, અને આ વાતની પુષ્ટિ કરતા અલ્લાહ તઆલા કહે છે: {નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાયના જે ગુનાહ હશે જેને ઇચ્છશે તેને માફ કરી દેશે}.

માતા-પિતાના હકનું મહત્વ, માતા-પિતાનો હક અલ્લાહના હકની સૌથી નજીક છે.

ગુનાહો બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે, કબીરહ (મોટા) ગુનાહ અને સગીરહ (નાના) ગુનાહ, કબીરહ ગુનાહ: તે દરેક ગુનાહ જેની સજા દુનિયામાં જ લેવામાં આવતી હોય, જેવું કે હુદુદ (હદ કાયમ કરવી) તેમજ આરોપ મુકવાની સજા, અથવા જે ગુનાહ પર આખિરતમાં ચેતવણી આપી હોય, જેવું કે જહન્નમની ચેતવણી, અને કબીરહ ગુનાહોમાં પણ તબક્કા હોય છે, જેની ચેતના એકબીજાથી સખત હોય શકે છે. કબીરહ (મોટા) ગુનાહ સિવાયના દરેક ગુનાહને સગીરહ (નાના) ગુનાહ કહે છે.

التصنيفات

નિંદનીય અખલાક, ગુનાહની નિંદા