તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા

તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા

મુગીરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું એક સફરમાં નબી ﷺ સાથે હતો, મેં આપના મોજા ઉતારવા માટે હાથ આગળ કર્યો, તો નબી ﷺ એ કહ્યું: « તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા», ફરી નબી ﷺ એ બન્ને મોજા પર મસહ કર્યો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ એક સફરમાં હતા, તો નબી ﷺ વઝૂ કરવા લાગ્યા, જ્યારે નબી ﷺ પગ ધોવા સુધી પહોંચ્યા તો મુગીરહ બિન શુઅબહ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાનો હાથ આગળ કર્યો કે નબી ﷺ ના બન્ને પગ માંથી મોજા કાઢી લે જેથી તો નબી ﷺ પોતાના પગ ધોઈ શકે! તો નબી ﷺ એ કહ્યું: તેને છોડી દો અને ન કાઢો, કારણકે આ બન્ને મોજા મેં વઝૂની સ્થિતિમાં પહેર્યા હતા, ત્યારબાદ નબી ﷺ એ પગ ધોવાના બદલે મોજા પર મસહ કર્યો.

فوائد الحديث

જ્યારે નાની ગંદકી હોય તો વઝૂ કરતી વખતે મસહ કરવો જાઈઝ છે, અને જ્યારે મોટી ગંદકી હોય ત્યારે બંને પગ ધોવા જરૂરી છે.

મોજાની ઉપર હાથ વડે એકવાર મસહ કરવામાં આવે અર્થાત્ હાથ ફેરવવામાં આવે, મોજાની નીચે નહીં.

મોજા પર મસહ કરવાની શરત છે કે તે મોજા સંપૂર્ણ વઝૂ કર્યા પછી, પાણી વડે પગ ધોયા પછી પહેર્યા હોય, અને એ કે મોજા પાક હોય અને પગની જે જગ્યા છુપાવવી જરૂરી છે તેને છુપાવતા હોય, નાની ગંદકીમાં મસહ કરવામાં આવે, જનાબતની સ્થિતિમાં નહીં, અથવા જેના કારણે સ્નાન વાજિબ થતું હોય તેના બદલામાં પણ મસહ કરવામાં ન આવે, અને મસહ શરીઅતે નક્કી કરેલ સમયમાં જ કરવામાં આવશે, રહેવાસી માટે એક દિવસ અને એક રાત અને મુસાફર માટે ત્રણ દિવસ અને ત્રણ રાત.

મોજા પર કિયાસ કરતા (અનુમાન લગાવી) તે દરેક વસ્તુ પર મસહ કરી શકાશે, જેનાથી પગ ઢંકાતા હોય.

નબી ﷺ ના સારો વ્યહવાર અને શિક્ષા, કે જ્યારે મુગીરહ કાઢવા માટે ગયા તો તેમને રોક્યા અને તેનું કારણ પણ જણાવ્યું કે મેં તે બન્ને પાકીની સ્થિતિમાં પહેર્યા છે, જેથી તેઓ સંતુષ્ટ થઈ જાય અને આદેશને પણ શીખી લે.

التصنيفات

સફર માટે આદેશો તેમજ તેના આદાબ, બંને મોજા પર મસો કરવો અને તેના જેવી અન્ય વસ્તુઓ પર મસો કરવો