?દુઆ જ ઈબાદત છે

?દુઆ જ ઈબાદત છે

નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «દુઆ જ ઈબાદત છે», પછી આપ ﷺ એ આ આયત પઢી: «{અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે}. [ગોફિર: ૬૦]».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ જણાવ્યું કે દુઆ જ ઈબાદત છે, એટલા માટે દુઆ ફક્ત અલ્લાહ પાસે જ કરવામાં આવે, ભલે તે દુઆ કેવી પણ હોય, કે જેમાં અલ્લાહ પાસે કઈ પણ માંગવામાં આવે, જેમકે અલ્લાહ પાસે દુનિયા અને આખિરતની લાભદાયી વસ્તુઓ માંગવામાં આવે, અને એવી વસ્તુઓથી પનાહ માંગવામાં આવે જે તેના માટે દુનિયા અને આખિરતમાં નુકસાનકારક હોય, અથવા દુઆ એવી હોય જે ઈબાદતના રૂપમાં કરવામાં આવે, જેમકે તે દરેક જાહિરિ અને બાતેં કાર્ય જે અલ્લાહને પસંદ હોય, તથા હાર્દિક, શારીરિક અને આર્થિક ઈબાદત. પછી આપ ﷺ એ એક આયત દ્વારા પુષ્ટિ કરી અને કહ્યું: અલ્લાહ તઆલા એ કહ્યું: {તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે}.

فوائد الحديث

દુઆ ખરેખર એક મૂળ ઈબાદત છે, એટલા માટે અલ્લાહ સિવાય કોઈના માટે કરવી જાઈઝ નથી.

દુઆ કરવામાં અલ્લાહની સાચી ઈબાદત અને તેના બેનિયાજ હોવાની તેમજ તેની સંપૂર્ણ કુદરતની દલીલ જોવા મળે છે તેમજ બંદાઓનું મોહતાજ હોવું પણ શામેલ છે.

અલ્લાહની ઈબાદત સામે ઘમંડ કરવું અને દુઆ કરવાનું છોડી દેવાવાળા વ્યક્તિને સખત ચેતવણી આપી છે, અને જે લોકો અલ્લાહ સામે દુઆ કરવામાં ઘમંડ કરે છે તેઓ અપમાનિત થઈ જહન્નમમાં દાખલ થશે.

التصنيفات

દુઆની મહ્ત્વતા, દુઆની મહ્ત્વતા