?બે શક અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર સર્જન સામે મારી કોમના એક વ્યક્તિને બહાર કાઢશે

?બે શક અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર સર્જન સામે મારી કોમના એક વ્યક્તિને બહાર કાઢશે

અબ્દુલ્લાહ ઈબ્ને અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «બે શક અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર સર્જન સામે મારી કોમના એક વ્યક્તિને બહાર કાઢશે, અને તેની સામે (તેના ગુનાહોના) નવ્વાણું ચોપડા ખોલસે, તેમાંથી દરેક ચોપડા તેની નજર જશે ત્યાં સુધીના હશે, ફરી તેને કહેશે: શું તું આમાંથી કોઈ પણ વસ્તુનો ઇન્કાર કરે છે? શું મારા લેખકોએ તારા પર જુલમ કર્યો છે? તે કહેશે: ના મારા પાલનહાર, ફરી અલ્લાહ કહેશે: શું તારી પાસે કોઈ કારણ અથવા નેકી છે? તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ કહેશે: ના મારા પાલનહાર, ફરી અલ્લાહ તઆલા કહેશે: કેમ નહીં અમારી પાસે તારી એક નેકી છે, અને તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે, જેથી કાગળનો એક ટુકડો કાઢવામાં આવશે જેમાં લખ્યું હશે: "હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે", અલ્લાહ તઆલા કહેશે: તેને ત્રાજવા સમક્ષ લઈ જાઓ, તે વ્યક્તિ કહેવા લાગશે: આ નાના કાગળને આટલા બધા રજીસ્ટરો સામે કેમનું વજન કરવામાં આવશે? તેને કહેવામાં આવશે: આજે તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે, નબી ﷺ એ કહ્યું: તે બધા રજીસ્ટરોને એક ત્રાજવામાં મૂકવામાં આવશે, અને બીજા ત્રાજવામાં તે કાગળને મૂકવામાં આવશે તો તે નમી પડશે કારણકે અલ્લાહના નામથી વધારે વજનદાર કોઈ વસ્તુ નથી, તે કૃપાળું અને દયાળુ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર માનવજાતિ માંથી મારી કોમન એક વ્યક્તિને પસંદ કરશે, તેનો હિસાબ લેવા માટે તેને બોલાવવામાં આવશે, નવ્વાણું રજીસ્ટરો જે તેના ગુનાહોથી ભરેલા હશે, જે ગુનાહો તેણે દુનિયામાં કર્યા હશે, તેની સમક્ષ રજૂ કરવામાં આવશે, અને દરેક રજીસ્ટર ત્યાં સુધી ફેલાયેલું હશે, જ્યાં સુધી તેની નજર જશે, ફરી અલ્લાહ તઆલાએ તે વ્યક્તિને કહેશે: શું તું આ રજીસ્ટરોમાં જે કઈ પણ લખેલું છે તેનો ઇન્કાર કરે છે? શું મારા ફરિશ્તાઓએ તારા ગુનાહ લખવા બાબતે કોઈ જુલમ કર્યો છે? તે વ્યક્તિ કહેશે: ના મારા પાલનહાર. ફરી સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલા તેને કહેશે: શું તારી પાસે કોઇ એવું કાર્ય છે, જે તે દુનિયામાં ભૂલચૂક અથવા અજ્ઞાનતામાં કર્યું હોઇ? તે વ્યક્તિ કહેશે: ના મારા પાલનહાર મારી પાસે કોઈ એવું કાર્ય નથી. ફરી અલ્લાહ કહેશે : કેમ નહીં, અમારી પાસે તારી એક નેકી છે, આજે તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે. અલ્લાહ તઆલા કહેશે: કાગળનો એક ટુકડો કાઢવામાં આવે, જેમાં લખ્યું હશે: હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે. ફરી અલ્લાહ તઆલા કહેશે: આ વ્યક્તિ માટે ત્રાજવું લાવવામાં આવે. તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ કહેશે: હે મારા પાલનહાર ! આ કાગળનું આ રજીસ્ટરો સામે કેવી રીતે વજન થશે?! ફરી અલ્લાહ તઆલા કહેશે: તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે. ફરી અલ્લાહ તઆલા કહેશે: દરેક રજીસ્ટરો એક ત્રાજવામાં મૂકવામાં આવે, અને આ કાગળ બીજા ત્રાજવામાં મૂકવામાં આવે, તો રજીસ્ટરો વાળું ત્રાજવું ઊંચું થઈ જશે અને કાગળ વાળું ત્રાજવું નમી પડશે, તો અલ્લાહ તેને માફ કરી દે શે.

فوائد الحديث

આ હદીષમાં તૌહીદના કલિમાની મહત્ત્વતા જાણવા મળે છે, અલ્લાહ તઆલા સિવાય કોઈ સાચો ઇલાહ નથી આ સાક્ષી ત્રાજવામાં ભારી થઈ જશે.

ફક્ત લા ઇલાહ ઇલ્લ્લાહ કહેવું જ પૂરતું નહીં થઈ જાય, પરંતુ તેના વિષે જ્ઞાન પ્રાપ્ત કરવું તેનો અર્થ જાણવો અને તાના પર અમલ કરવો પણ જરૂરી છે.

ઇખલાસ (નિખાલસતા) અને તૌહીદ આ વસ્તુ ગુનાહ માફ કરાવવાનો એક મહત્તમ સ્ત્રોત છે.

લોકોના દિલોમાં ઇખલાસ (નિખાલસતા) ના દરજ્જા પ્રમાણે ઈમાનના પણ અલગ અલગ દરજ્જા હોય છે, કેટલાક લોકોએ આ સાક્ષી આપી હશે તો પણ તેમને તેમના ગુનાહોના કારણે સજા આપવામાં આવશે.

التصنيفات

આખિરતના દિવસ પર ઈમાન, તૌહીદની મહ્ત્વતા