જે વ્યક્તિ અલ્લાહથી સાચા દિલથી શહાદત માંગશે, તો અલ્લાહ તેને શહીદ લોકોના દરજ્જા સુધી પહોંચાડી દેશે, ભલેને તેનું…

જે વ્યક્તિ અલ્લાહથી સાચા દિલથી શહાદત માંગશે, તો અલ્લાહ તેને શહીદ લોકોના દરજ્જા સુધી પહોંચાડી દેશે, ભલેને તેનું મૃત્યુ પથારીમાં થયું હોય

સહલ બિન હુનેફ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ અલ્લાહથી સાચા દિલથી શહાદત માંગશે, તો અલ્લાહ તેને શહીદ લોકોના દરજ્જા સુધી પહોંચાડી દેશે, ભલેને તેનું મૃત્યુ પથારીમાં થયું હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહ પાસે શહાદત માંગે, અને અલ્લાહના માર્ગમાં શહીદ થવાની ઈચ્છા ધરાવતો હોય અને તે પોતાની નિયતમાં સાચો હોય તો અલ્લાહ તેની સાચી નિયતના કારણે તેને શહીદનો દરજ્જો આપે છે, ભલેને તે જિહાદ (યુદ્ધ) કર્યા વગર પથારીમાં જ મૃત્યુ પામ્યો હોય.

فوائد الحديث

નિયતની સત્યતા સવાબની પ્રાપ્તિ માટેનું કારણ છે, જે વ્યક્તિ નેક કામનો ઈરાદો કરે અને તે કામ કોઈ કારણસર ન કરી શકે તો તેની સાચી નિયતના કારણે તેને સવાબ મળી જાય છે, ભલેને તેણે તે કામ ન કર્યું હોય.

અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવા અને શહાદત માંગવા બાબતે પ્રોત્સાહન.

અલ્લાહ તઆલાની આ કોમ પર ભવ્ય કૃપા, કે તે નજીવા અમલ પર પણ જન્નતમાં ઊચો દરજ્જો આપે છે.

التصنيفات

દિલમાં કરવામાં આવતા અમલો, જિહાદની મહ્ત્વતા