મેં મારા ગયા પછી કોઈ એવો ફિતનો નથી છોડ્યો, જે પુરુષો માટે સ્ત્રીઓ કરતા વધારે નુકસાનકારક હોય

મેં મારા ગયા પછી કોઈ એવો ફિતનો નથી છોડ્યો, જે પુરુષો માટે સ્ત્રીઓ કરતા વધારે નુકસાનકારક હોય

ઉસામહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મેં મારા ગયા પછી કોઈ એવો ફિતનો નથી છોડ્યો, જે પુરુષો માટે સ્ત્રીઓ કરતા વધારે નુકસાનકારક હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ જણાવી રહ્યા છે કે મારા ગયા પછી પુરુષો માટે કસોટી અને અજમાયશ માટે સ્ત્રીઓ કરતા વધારે મોટો કોઈ ફિતનો નથી છોડ્યો, જો તેણી તેના ખાનદાન માંથી હોય તો શરીઅત વિરુદ્ધ કાર્ય કરી તેનું અનુસરણ કરવામાં જોઈ શકાય છે, અને જો તે અજનબી હોય તો તેની સાથે મુલાકાતના રૂપે અથવા એકાંત જગ્યામાં ભેગા થવું, વગેરે રૂપે જોઈ શકાય છે, આ બન્નેનું પરિણામ જોવા જઈએ તો વિદ્રોહ સિવાય કંઈ દેખાતું નથી.

فوائد الحديث

મુસલમાન પુરુષ માટે જરૂરી છે કે તે સ્ત્રીઓના ફિતનાથી બચે, અને તે દરેક માર્ગથી પણ બચે જેના કારણે ફિતનો થવાનો અંદેશો હોય.

મોમિનો માટે જરૂરી છે કે તે અલ્લાહના અનુસરણને મજબૂતી સાથે પકડી રાખે, અને અલ્લાહ પાસે ફિતનાથી સુરક્ષિત રહેવા માટે દુઆ માંગવી જોઈએ.

التصنيفات

મનેચ્છાઓ અને લાલસાઓની નિંદા