જ્યારે માનવી પોતાના ઘરમાં દાખલ થાય છે, અને દાખલ થતી વખતે અને ખાતી વખતે અલ્લાહનું નામ લે છે તો શૈતાન કહે છે: અહીં ન તો…

જ્યારે માનવી પોતાના ઘરમાં દાખલ થાય છે, અને દાખલ થતી વખતે અને ખાતી વખતે અલ્લાહનું નામ લે છે તો શૈતાન કહે છે: અહીં ન તો રાત પસાર કરવા માટેની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા છે

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેમણે નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જ્યારે માનવી પોતાના ઘરમાં દાખલ થાય છે, અને દાખલ થતી વખતે અને ખાતી વખતે અલ્લાહનું નામ લે છે તો શૈતાન કહે છે: અહીં ન તો રાત પસાર કરવા માટેની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા છે, અને જ્યારે માનવી ઘરમાં દાખલ થતી વખતે અલ્લાહનું નામ નથી લે તો શૈતાન કહે છે: તમારા માટે રાત પસાર કરવા માટેની જગ્યા મળી ગઈ, અને જ્યારે માનવી ખાતી વખતે અલ્લાહનું નામ નથી લે તો, તો શૈતાન કહે છે: તમારા માટે રાત પસાર કરવાની જગ્યા અને રાત્રીના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ ઘરમાં દાખત થતી વખતે અને ખાવાનું શરૂ કરતાં પહેલા અલ્લાહનું નામ લેવાનો આદેશ આપ્યો અને જ્યારે ઘરમાં દાખલ થતી વખતે અને ખાવાનું શરૂ કરતી વખતે અલ્લાહનું નામ (બિસ્મિલ્લાહ) કહી લેવામાં આવે છે, તો શૈતાન પોતાના સાથીઓને કહે છે: તમારા માટે આ ઘરમાં ન તો રાત પસાર કરવાની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા, કારણકે તેના માલિકે તેને અલહનું નામ લઈ તમારાથી સુરક્ષિત કરી દીધું છે. અને જ્યારે માનવી ઘરમાં દાખલ થાય છે અને દાખલ થતી વખતે અલ્લાહનું નામ ન લે તેમજ ખાવાનું શરૂ કરતાં પહેલા અલ્લાહનું નામ લે, તો શૈતાન પોતાના સાથીઓને જણાવે છે કે તમારા માટે આ ઘરમાં રાત પસાર કરવાની જગ્યા અને રાત્રીના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ.

فوائد الحديث

ઘરમાં દાખલ થતી વખતે અને ખાવાનું શરૂ કરતી વખતે અલ્લાહનું નામ લેવું જાઈઝ છે, અને ખરેખર શૈતાન ઘરોમાં રાત પસાર કરે છે, અને ઘરના લોકોનું ખાવાનું પણ ખાય છે, જ્યારે તેઓ અલ્લાહનું નામ નથી લેતા.

શૈતાન આદમની સંતાનના દરેક કામની દેખરેખ રાખે છે અને તેની પાછળ જ લાગેલો રહે છે, જેવુ માનવી અલ્લાહને યાદ કરવાનું ભૂલી જાય છે, ત્યારે શૈતાનને તેની માંગણીઓ પુરી કરવાની તક મળી જાય છે.

અલ્લાહનો ઝિક્ર કરવો શૈતાનને દૂર કરી દે છે.

દરેક શૈતાનના અનુયાયીઓ અને સાથી હોય છે, જે તેની વાતોથી ખુશ થાય છે અને તેના આદેશોનું પાલન કરે છે.

التصنيفات

ઝિકર માટે આપ ﷺનો તરીકો, અલ્લાહનો ઝિકર કરવાના ફાયદા, ઘરમાં દાખલ થતી વખતે તેમજ નીકળતી વખતે પઢવાની દુઆ