મહત્ત્વતાઓ અને અદબો - الصفحة 3

મહત્ત્વતાઓ અને અદબો - الصفحة 3

15- અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ ઇઝ્ઝતિક, લા ઇલાહ ઇલ્લા અન્ત અન્ તુઝિલ્લની, અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત, વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી ગયો, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝ્ઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી પથભ્રષ્ટ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ આવી શકતું નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે

47- હવાને ગાળો ન આપો, બસ જ્યારે તમે કોઈ નાપસંદ વસ્તુ જુઓ, તો કહો: "અલ્લાહુમ્મ ઇન્ના નસ્અલુક મિન ખૈરિ હાઝિહિર્ રીહિ વ ખૈરિ મા ફીહા વ ખૈરિ મા ઉમિરત બિહિ, વનઅઊઝુબિક મિન શર્રિ શર્રિ હાઝિહિર્ રીહિ વ શર્રિ મા ફીહા વ શર્રિ મા ઉમિરત બિહિ" (હે અલ્લાહ! અમે તારી પાસે આ હવાની ભલાઈ નો સવાલ કરીએ છીએ અને એ વસ્તુંની ભલાઈની જે તેમાં છે, અને તે વસ્તુની ભલાઈનો જેની સાથે તે મોકલવામાં આવી છે, અને અમે તારી પનાહ માગીએ છીએ આ હવાની બુરાઈથી અને તે વસ્તુની બુરાઈથી જે તેમાં છે અને તે વસ્તુની બુરાઈથી જેની સાથે તે મોકલવામાં આવી છે)