અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ…

અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ ઇઝ્ઝતિક, લા ઇલાહ ઇલ્લા અન્ત અન્ તુઝિલ્લની, અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત, વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી ગયો, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝ્ઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી પથભ્રષ્ટ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ આવી શકતું નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા હતા: «"અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ ઇઝ્ઝતિક, લા ઇલાહ ઇલ્લા અન્ત અન્ તુઝિલ્લની, અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત, વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી ગયો, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝ્ઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી પથભ્રષ્ટ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ આવી શકતું નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબ્દો વડે દુઆ કરતા હતા: "અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ" (હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો) હું બચી ગયો, "વબિક આમન્તુ" (હું તારા પર ઇમાન લાવ્યો) મેં પુષ્ટિ કરી અને એકરાર કર્યો, "વઅલૈક તવક્કલ્તુ" (મેં તારા પર જ ભરોસો કર્યો) હું મારા કામ તારે હવાલે કરું છું અને તારા પર જ ભરોસો કરું છું, "વઇલૈક અન્બતુ" (હું તારી તરફ ઝૂકી ગયો) હું તારી તરફ જ પાછો ફર્યો અને હું સ્વીકાર કરું છું, "વબિક ખાસમ્તુ" (મેં ઝઘડો કર્યો) તારા દુશ્મનો સાથે તકરાર કરી, "અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ" (હે અલ્લાહ! હું તારી પનાહમાં આવું છું) હું તારા શરણમાં આવ્યો, "બિ ઇઝ્ઝતિક" (તારી ઇઝઝતની પનાહમાં) શક્તિ અને પ્રભુત્વ દ્વારા, "લા ઇલાહ ઇલ્લા અન્ત" (તારા સિવાય કોઈ ઇલાહ નથી) તારા સિવાય કોઈ સાચો માબૂદ નથી, "અન્ તુઝિલ્લની" (પથભ્રસ્ટ કરી દે), હિદાયત અને તારી પ્રસન્નતાની તૌફીકથી વચિંત કરી દે, "અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત" (તું જીવિત છે, તને ક્યારેય મોત નહિ આવે) તું કદાપિ મૃત્યુ નહીં પામે, "વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" (અને માનવી તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામે છે).

فوائد الحديث

કોઈ પણ બાબત શરૂ કરતાં પહેલાં આ શબ્દો વડે અલ્લાહના વખાણ કરવા જાઈઝ છે.

ફક્ત અલ્લાહ પર જ ભરોસો કરવો જરૂરી છે, અને તેનાથી જ સુરક્ષાનો સવાલ કરવો જોઈએ, કારણકે તેનામાં જ સંપૂર્ણ ગુણવત્તા છે, ફક્ત તે જ છે, જેના પર ભરોસો કરી શકાય છે, અને સમગ્ર સૃષ્ટિના સર્જન નિર્બળ છે, અને તેમનો અંત મૃત્યુ છે, એટલા માટે તેઓ ભરોસાને લાયક નથી.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરતા આ વિપુલ શબ્દો વડે દુઆ કરવી જોઈએ, જે ઇમાનની સત્યતા અને ઠોસ યકીન વર્ણન કરે છે.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: (તે જીવિત છે) અર્થાત્: તારી પાસે જ શરણ માંગવું જોઈએ, બીજા કોઈ પાસે નહીં.

التصنيفات

ઝિકર માટે આપ ﷺનો તરીકો, પ્રખ્યાત દુઆઓ