જે વ્યક્તિ એક દિવસમાં સો વખત આ દુઆ પઢે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા…

જે વ્યક્તિ એક દિવસમાં સો વખત આ દુઆ પઢે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે)

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ એક દિવસમાં સો વખત આ દુઆ પઢે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે), તો તેને દસ ગુલામ આઝાદ કરવા જેટલો સવાબ મળશે, અને તેના માટે સો નેકીઓ લખવામાં આવશે, તેના સો ગુનાહ માફ કરવામાં આવશે, અને આ દુઆ સંપૂર્ણ દિવસ તેની શૈતાનથી સુરક્ષા કરશે, અહીં સુધી કે સાંજ પડી જાય, કોઇ પણ વ્યક્તિ તેના કરતાં શ્રેષ્ઠ કાર્ય લઈને નહીં આવે પરંતુ જે આ (દુઆને) વધુ પઢે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ દુઆ પઢે: (લા ઇલાહ) કોઈ સાચો ઇલાહ નથી, (ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ) ઈબાદતમાં, સર્જક હોવામાં અને પવિત્ર નામો અને ગુણોમાં,(લહુલ્ મુલ્કુ) અને દરેક પ્રકારની વ્યવસ્થા અને સંચાલનમાં, (વ લહુલ્ હમ્દુ) તે દરેક જેનું સર્જન કર્યું છે તે તેની પ્રસંશા કરે છે, (વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર) કોઈ પણ અવરોધ અને ખચકાટ વિના, જે તે ઈચ્છતો નથી તે થતું નથી. જે વ્યક્તિ આ દુઆને દિવસમાં સો વખત પઢે, તો અલ્લાહ પાસે તેનો સવાબ દસ ગુલામો આઝાદ કરવા બરાબર છે, એવી જ રીતે તેના માટે સો નેકીઓ અને સો દરજ્જા જન્નતમાં લખવામાં આવે છે, અને તેના સો ગુનાહ માફ કરી દેવામાં આવે છે, એવી જ રીતે તે દિવસે તેની શૈતાનથી સુરક્ષા કરવામાં આવે છે, અહીં સુધી કે સાંજ થઈ જાય, અને કોઈ પણ વ્યક્તિ કયામતના દિવસે તેના કરતાં શ્રેષ્ઠ વસ્તુ (નેકી) લઈને નહીં આવે, સિવાય એ કે જે વ્યક્તિએ આ દુઆ વધુ વખત પઢી હશે.

فوائد الحديث

તૌહીદના કલિમાના મહાનતા અને તેનો મહાન બદલાનું વર્ણન.

અલ્લાહની પોતાના બંદાઓ પર મહાન કૃપાનું વર્ણન, કે તેણે દરેક માટે એક એવો સરળ કલિમો અને તેના પર ભવ્ય બદલો પણ નક્કી કર્યો.

જો કોઈ વ્યક્તિ આ કલિમાને દિવસમાં સો થી વધુ વખત પઢે તો, તો તેના અર્થ એ નથી કે તેને હદીષમાં વર્ણવેલ સંખ્યા સો મુજબ જ સવાબ આપવામાં આવશે, પરંતુ તેનો સવાબ વધતો જશે, એવી જ રીતે આ તે નક્કી કરેલ મર્યાદાઓ શામેલ નથી જેને કરવું પ્રતિબંધિત છે અને ન તો વધારે કવું સવાબને અમાન્ય કરે છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષનો સંયમી અર્થ એ છે જે વ્યક્તિ આ કલિમાને દિવસમાં સો વખત પઢે તેને સવાબ પ્રાપ્ત થશે, ભલે તે તેને એક સાથે પઢે અથવા અલગ અલગ બેઠકમાં, અથવા થોડીક વાર સવાર પઢે અથવા થોડી વાર પછી, પરંતુ શ્રેષ્ઠ કાર્ય એ છે કે તે તેને સવારે સતત પઢે, જેથી તે સંપૂર્ણ દિવસ સુરક્ષિત રહે.

التصنيفات

ઝિકરની મહ્ત્વતા, અલ્લાહનો ઝિકર કરવાના ફાયદા