જે વ્યક્તિ (આ કલિમો) કહશે: "સુબ્હાનલ્લાહિલ્ અઝીમ વ બિહમ્દિહિ", અર્થ: (અલ્લાહ તેની મહાનતા સાથે પવિત્ર છે અને તેના માટે…

જે વ્યક્તિ (આ કલિમો) કહશે: "સુબ્હાનલ્લાહિલ્ અઝીમ વ બિહમ્દિહિ", અર્થ: (અલ્લાહ તેની મહાનતા સાથે પવિત્ર છે અને તેના માટે જ પ્રસંશા છે), તો તેનાં માટે જન્નતમાં ખજૂર નું એક ઝાડ ઉગાડવામાં આવશે

જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ (આ કલિમો) કહશે: "સુબ્હાનલ્લાહિલ્ અઝીમ વ બિહમ્દિહિ", અર્થ: (અલ્લાહ તેની મહાનતા સાથે પવિત્ર છે અને તેના માટે જ પ્રસંશા છે), તો તેનાં માટે જન્નતમાં ખજૂર નું એક ઝાડ ઉગાડવામાં આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ ઝિક્ર પઢશે: ("સુબ્હાનલ્લાહ" અલ્લાહ પવિત્ર છે) તે અત્યંત પવિત્ર છે ("અલ્ અઝીમ" મહાન છે) તેની ઝાત, તેના ગુણો અને કાર્યોમાં અત્યંત મહાન, ("વ બિહમ્દિહિ" તેના માટે જ પ્રશંસા છે) ગુણોની સંપૂર્ણતાનો એકરાર; જેટલી વાર તે આ ઝિકર પઢશે એટલી વાર જન્નતમાં એક ખજૂરનું ઝાડ રોપવામાં આવશે.

فوائد الحديث

અલ્લાહના ઝિક્ર કરવા તરફ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તે ઝિક્ર માંથી છે: તેની તસ્બીહ (પવિત્રતા વર્ણન કરવી) અને તહમીદ (વખાણ કરવા).

જન્નત અત્યંત વિશાળ છે, તેમાં રોપાણ અલ્લાહની તસ્બીહ અને તહમીદ છે, તે અલ્લાહની ભવ્ય કૃપા અને નેઅમત છે.

આ હદીષમાં અન્ય ઝાડ કરતા ખજૂરના ઝાડનો ઉલ્લેખ કરવામાં આવ્યો, કારણકે ખજૂરનું ઝાડ ખૂબ ફાયદાકારક હોય છે, તેનું ફળ ખૂબ સારું હોય છે; એટલા માટે અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં મોમિન લોકોના ઇમાનનું ઉદાહરણ ખજૂરના ઝાડ વડે આપ્યું છે.

التصنيفات

અલ્લાહનો ઝિકર કરવાના ફાયદા