અલ્લાહુમ્મ કિની અઝાબક યવ્મ તજ્મઉ અવ્ તબ્અષુ ઇબાદક" (અર્થ: હે અલ્લાહ! મને તે દિવસે અઝાબથી બચાવીને રાખજે, જે દિવસે તું…

અલ્લાહુમ્મ કિની અઝાબક યવ્મ તજ્મઉ અવ્ તબ્અષુ ઇબાદક" (અર્થ: હે અલ્લાહ! મને તે દિવસે અઝાબથી બચાવીને રાખજે, જે દિવસે તું પોતાના બંદાઓને ફરી વખત જીવિત એકઠા કરે)

હુઝૈફહ બિન્ યમાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જ્યારે આપ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૂવાનો ઈરાદો કરતા, તો પોતાનો જમણો હાથ જમણા ગાલની નીચે મુકતા અને આ દુઆ પઢતા: «"અલ્લાહુમ્મ કિની અઝાબક યવ્મ તજ્મઉ અવ્ તબ્અષુ ઇબાદક" (અર્થ: હે અલ્લાહ! મને તે દિવસે અઝાબથી બચાવીને રાખજે, જે દિવસે તું પોતાના બંદાઓને ફરી વખત જીવિત એકઠા કરે)».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે - An-Nasaa’i - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે સૂવા માટે પથારીમાં જતા, તો પોતાના જમણા હાથને જમણા ગાલની નીચે રાખતા અને કહેતા: «"અલ્લાહુમ્મ" (હે અલ્લાહ!)» હે મારા પાલનહાર!, «"કિની" (મારી રક્ષા કર)» મારી હિફાજત કર, «"અઝાબક" (તારા અઝાબથી)» તારી પકડથી, «"યવ્મ તજમઉ અવ્ તબ્અષુ ઇબાદક" (જે દિવસે તું લોકોને ફરી વખત જીવિત કરી એકઠા કરે)», કયામતના દિવસે હિસાબના સમયે.

فوائد الحديث

આ પવિત્ર દુઆની મહત્ત્વતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરતા આ દુઆ યાદ કરવી જોઈએ.

જમણી બાજુ પડખું કરીને સૂવું યોગ્ય છે.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ શબ્દો (અલ્લાહુમ્મ કિની અઝાબક), એક સમજદાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે જ્યારે તે સૂવા માટે જાય તો પોતાના મૃત્યુને અને મૃત્યુ પછી ફરીવાર જીવિત થવાને યાદ કરે.

કયામતના દિવસે અલ્લાહના અઝાબથી સુરક્ષા અલ્લાહની કૃપા અને તેની રહમત વડે જ પ્રાપ્ત થાય છે, અને આ તૌફીક બંદાને નેક અમલ વડે તેમજ અલ્લાહ પાસે પોતાના ગુનાહોની માફી દ્વારા પ્રાપ્ત થાય છે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પોતાના પાલનહાર અને ઉચ્ચ દેખરેખ રાખનાર અલ્લાહની સમક્ષ વિનમ્રતા.

હશર (કયામત) અને ફરીવાર જીવિત થઇ એકઠા થવાની પુષ્ટિ, અને એ કે દરેક લોકો પોતાનો પાલનહાર તરફ પાછા ફરશે, જેથી તેમનો હિસાબ લઈ શકે, જે વ્યક્તિ ભલાઈ પ્રાપ્ત થાય તે પોતાના પાલનહારની પ્રશંસા કરે અને જો તે વગર બીજું કંઈ પ્રાપ્ત થાય, તો તે પોતાની જ નિંદા કરે; કારણકે તે ફક્ત બંદાઓના કાર્યો છે, જેને અલ્લાહ જોઈ રહ્યો છે.

સહાબા રઝી અલ્લાહુ અન્હુમ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સૂવાની સ્થિતિ પણ વર્ણન કરવાની ઉત્સુકતા.

આ શબ્દો કહેવા: "જમણા હાથને જમણા ગાલ પર મૂકીને" આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આદત માંથી છે, આપ દરેક કાર્ય જમણી બાજુથી કરવાનું પસંદ કરતાં હતાં, સિવાય જેના વિરુદ્ધ કોઈ દલીલ આવી હોય.

જમણી બાજુ સૂવાથી વ્યક્તિ જડપથી જાગી જાય છે; કારણ કે હૃદય તે સ્થિતિમાં ઓછું સ્થિર હોય છે, અને તે હૃદય માટે વધુ સુખદ છે; કારણ કે તે ડાબી બાજુ આવેલું છે, જો કોઈ વ્યક્તિ ડાબી બાજુ સુવે છે, તો શરીરનો વજન તેના પર આવે છે જેથી હૃદયને નુકસાન થઇ શકે છે.

التصنيفات

સૂવા તેમજ સૂઈને ઉઠવાના આદાબ