إعدادات العرض
હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું
હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું
અગર્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, અને તેઓ આપ ﷺના સહાબાઓ માંથી હતા, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું».
الترجمة
العربية বাংলা Bosanski English Español Bahasa Indonesia Türkçe اردو 中文 हिन्दी Français Kurdî Português සිංහල Русский Kiswahili Tiếng Việt অসমীয়া Hausa Nederlands አማርኛ മലയാളം ไทย Românăالشرح
આપ ﷺ વધુમાં વધુ તૌબા કરવાનો અને ઇસ્તિગફાર (માફી માંગવી) કરવાનો આદેશ આપી રહ્યા છે, અને જણાવી રહ્યા છે કે તેઓ પોતે પણ અલ્લાહ પાસે દરરોજ સો વખત તૌબા અને ઇસ્તિગફાર કરે છે, જો કે તેમના આગળના અને પાછળના દરેક ગુનાહ માફ કરી દેવામાં આવ્યા છે, અર્થાત્ તેમાં તેમની સપૂર્ણતા અને શ્રેષ્ઠતા તેમજ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત અલ્લાહની ઈબાદત છે.فوائد الحديث
દરેક વ્યક્તિ જેનો ઇમાનમાં દરજ્જો કેટલોય હશે, પરંતુ તેને પણ સપૂર્ણતા અને શ્રેષ્ઠતા માટે અલ્લાહ સામે આજીજી, તૌબા અને ઇસતિગફાર કરવો પડશે, અને દરેક વ્યક્તિ બુલંદ અને પવિત્ર અલ્લાહના હક પુરા કરવામાં અધુરો છે, એટલા માટે અલ્લાહ તઆલાએ કહ્યું: (હે મોમિનો ! તમે સૌ અલ્લાહ તરફ તૌબા કરો).
તૌબા સામાન્ય છે, તે હરામ કામ અને ગુનાહ કર્યા પછી કરવામાં આવતી તૌબા હોય કે પછી જરૂરી અમલમાં કરવામાં આવતી અવગણના પ્રત્યે હોય.
તૌબા કબૂલ થવાની શરતો માંથી મૂળ શરત ઇખલાસ છે, જે વ્યક્તિ કોઈ ગુનોહ અન્ય માટે છોડી દે, તો તે તૌબા નહીં ગણાય.
ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: તૌબા માટે ત્રણ શરતો છે: ૧- તે ગુનોહ છોડી દેવો, ૨- તે ગુનાહ કરવા પર પસ્તાવો કરવો, ૩- તે ગુનાહને ફરી ક્યારેય ન કરવાનો ઠોસ ઈરાદો કરવો, જો ગુનાહનો સબંધ કોઈ બંદાથી હોય, તો તેના માટે ચાર શરતો છે, ઉપરોક્ત ત્રણ શરતો સિવાય ચોથી શરત: જો કોઈનો હક ખોટી રીતે લેવામાં આવ્યો હોય, તે તેને પાછું આપવું અને પીડિત વ્યક્તિ પાસે માફી માંગવી.
એ વાત પર ચેતવણી આપવામાં આવે છે કે આપ ﷺનું માફી તલબ કરવું તે ગુનાહની તૌબા કરવા માટે ન હતી, પરંતુ આપ ﷺ તો ઈબાદતમાં સપૂર્ણતા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે તેમજ અલ્લાહનો વધુમાં વધુ ઝિક્ર કરવા માટે કરતા હતા, એવી જ રીતે આપ ﷺનું તૌબા અને ઇસ્તિગફાર કરવું અલ્લાહની મહાનતા અને બંદા તરફથી તેના હક પુરા પાડવામાં બંદાની અવગણના દર્શાવે છે, ભલેને તે તેની નેઅમતોનો કેટલોય આભાર માને, અને આ વાત શરીઅતની અન્ય દલીલો દ્વારા પણ જાણવા મળે છે.