તમે મિલકતો ન બનાવો, અન્યથા તમે દુનિયાના લોભયા બની જશો

તમે મિલકતો ન બનાવો, અન્યથા તમે દુનિયાના લોભયા બની જશો

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે મિલકતો ન બનાવો, અન્યથા તમે દુનિયાના લોભયા બની જશો».

[حسن لغيره] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખેતીની જમીન, બગીચા અને ખેતરો રાખવાથી રોક્યા છે; કારણ કે તે એવા કારણોમાંથી છે જે વ્યક્તિને દુન્યવી જીવન તરફ લઈ જાય છે અને તેને આખિરતથી વિચલિત કરે દે છે.

فوائد الحديث

દુનિયા સાથે વધુ લગાવ રાખવથી રોક્યા છે, જે આખિરતથી વિચલિત કરી દે છે.

હદીષમાં જીવનની જરૂરિયાતની વસ્તુને રાખવાથી નથી રોક્યા, પરંતુ દુનિયામાં અતિશય વ્યસ્ત થઈ આખિરતને ભૂલી જવાથી રોક્યા છે.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષનો અર્થ એ કે જમીનની પ્રાપ્તિ માટે એટલા પણ વ્યસ્ત ણ થઈ જાઓ, જેથી અલ્લાહના ઝિક્રથી ગાફેલ થઈ જાઓ.

التصنيفات

મહત્ત્વતાઓ અને અદબો, દુનિયાનો લોભની નિંદા