إعدادات العرض
શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે,…
શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺના કેટલાક સહાબાઓએ આપને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલદાર સહાબી અમારાથી વધારે સવાબ લઈ ગયા, જે રીતે અમે નમાઝ પઢીએ છીએ તેઓ પણ પઢે છે, જે રીતે અમે રોઝા રાખીએ છીએ તેઓ પણ રાખે છે, હવે તેનાથી વધારે તેઓ પોતાના માલ માંથી સદકો અને લિલ્લાહ રકમ દાન કરે છે આપ ﷺએ કહ્યું: «શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે»,સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમારા માંથી એક વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી કરે છે શું તેના ઉપર પણ તેને સવાબ મળે છે? આપ ﷺએ કહ્યું: «મને જણાવો કે શું તે તેને હરામ જગ્યાએ પુરી કરે તો તેને ગુનોહ થશે? એવી જ રીતે જો તે તેને હલાલ રીતે પુરી કરશે તો તેને સવાબ મળશે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português සිංහල Kiswahili Tiếng Việt অসমীয়াالشرح
કેટલાક ગરીબ સહાબાઓએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પોતાની ગરીબીની ફરિયાદ કરી, જેના કારણે તેઓ સદકો નથી કરી શકતા, જે પ્રમાણે તેમના માલદાર ભાઈઓ પોતાના માલ માંથી સદકો કરી ઘણો સવાબ પ્રાપ્ત કરે છે, તેઓ તો અમારી જેમ જ નમાઝ પઢે છે, રોઝા રાખે છે પરંતુ તેઓ પોતાના માલ માંથી સદકો કરે છે, અને અમે સદકો કરી શકતા નથી! તો નબી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની સ્થિતિ પ્રમાણે તેમને માર્ગદર્શન આપ્યું, જે તેઓ કરી શકતા હોય, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું અલ્લાહએ કોઈ એવો માર્ગ નથી બનાવ્યો, જેને અપનાવી તમે પણ સદકો કરી શકો?! કેમ નહીં જરૂર, તમારું સુબ્હાનલ્લાહ કહેવું: સદકો લખવામાં આવશે, એવી જ રીતે: (અલ્લાહુ અકબર) કહેવું પણ સદકો છે, (અલ્ હમ્દુ લિલ્લાહ) કહેવું પણ સદકો છે, (લા ઇલાહ ઇલ્લલ્લાહ) કહેવું પણ સદકો છે, (નેકીનો આદેશ આપવો પણ સદકો છે, (બુરાઈથી રોકવુ) પણ સદકો ગણવામાં આવશે, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સાથે ઈચ્છા પૂરી કરે છે તો તે પણ સદકો ગણવામાં આવશે. સહાબાઓને આશ્ચર્ય થયું અને કહ્યું: હે અલ્લાહના રસૂલ! એક વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી કરતો હોય તેના ઉપર પણ તેને સવાબ મળશે?! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને જણાવો કે શું તે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે વ્યભિચાર અથવા હરામ માર્ગ અપનાવતો તો શું તેને ગુનોહ ન થાત? એવી જ રીતે જો તે પોતાની ઈચ્છા હલાલ માર્ગ વડે પુરી કરે તો તેને જરૂર સવાબ મળશે.فوائد الحديث
નેકીના કામોમાં સહાબાઓ વચ્ચે સ્પર્ધા, અને અલ્લાહ પાસે ભવ્ય સવાબ અને કૃપાની પ્રાપ્ત કરવાની ઈચ્છા.
સારા કાર્યોના ઘણા પ્રકારો છે, અને તેમાં દરેક કાર્યનો સમાવેશ થાય છે, જે મુસ્લિમ સારા ઇરાદા અને સારી નિયત સાથે કરે છે.
ઇસ્લામ સરળ દીન છે અને તેણે તેના અનુયાયીઓને ઘણી સહુલત આપી છે, એટલા માટે દરેક મુસલમાનોએ અલ્લાહનું અનુસરણ કરતા વધુ અમલ કરવા જોઈએ.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મુબાહ (યોગ્ય) વસ્તુ સાચી નિયત સાથે કરવામાં આવશે તો તે અનુસરણ અને ઇતાઅત બની જશે, પત્ની સાથે ઈચ્છા પૂરી કરવી ઈબાદત છે, જો તેની નિયત પત્નીના અનિવાર્ય હકો પુરા પાડવાની હશે અને તેની સાથે સારો વ્યવહાર કરવાની હશે તો જેનો આદેશ અલ્લાહએ આપ્યો છે, અથવા નેક સંતાનની પ્રાપ્તિ માટે, પોતે પવિત્ર રહેવા અને પત્નીને પણ પવિત્ર રાખવાની હોય, અથવા બન્નેની નજર હરામ કાર્યથી બચવાની હોય અથવા તેના વિશે વિચારવા અને તેની ફિકર કરવાની હોય અથવા અન્ય કોઈ પણ સારા હેતુ માટે નિયત હશે તો તે અનુસરણ બની જશે.
ઉદાહરણ અને ઉપમા વડે સમજાવી શકાય છે જેથી કરીને સાંભળનાર વ્યક્તિ માટે તે બાબત સ્પષ્ટ થઈ જાય.