જ્યારે માનવી મૃત્યુ પામે છે, તો ત્રણ અમલ સિવાય તેના દરેક અમલ ખત્મ થઈ જાય છે, એક સદકએ જારિયહ (નિરંતર દાન), બીજું એવું…

જ્યારે માનવી મૃત્યુ પામે છે, તો ત્રણ અમલ સિવાય તેના દરેક અમલ ખત્મ થઈ જાય છે, એક સદકએ જારિયહ (નિરંતર દાન), બીજું એવું ઇલ્મ જેના દ્વારા તેના મૃત્યુ પછી પણ ફાયદો ઉઠાવવામાં આવે અને ત્રીજું નેક બાળકો જે પોતાના માતા-પિતાના હકમાં દુઆ કરતા રહે

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત છે કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «જ્યારે માનવી મૃત્યુ પામે છે, તો ત્રણ અમલ સિવાય તેના દરેક અમલ ખત્મ થઈ જાય છે, એક સદકએ જારિયહ (નિરંતર દાન), બીજું એવું ઇલ્મ જેના દ્વારા તેના મૃત્યુ પછી પણ ફાયદો ઉઠાવવામાં આવે અને ત્રીજું નેક બાળકો જે પોતાના માતા-પિતાના હકમાં દુઆ કરતા રહે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે મૃત્યુની સાથે જ માનવીના કાર્યો ખતમ થઈ જાય છે, મૃત્યુ પછી તેને નેકીઓ પ્રાપ્ત થતી નથી, પરંતુ આ ત્રણ અમલોના કારણે તેને સવાબ મળતો રહે છે: પહેલું: સદકએ જારિયહ (નિરંતર દાન), જેનો સતત સવાબ પહોંચતો રહે છે, જેમકે વકફ કરેલ વસ્તુ, મસ્જિદ બનાવવી, કૂવો ખોદવો વગેરે. બીજું: એવુ ઇલ્મ (જ્ઞાન) જેનાથી લોકો ફાયદો ઉઠાવતા રહે, જેમકે: ઇલ્મ વિષે કિતાબો લખવી, અથવા કોઈ વ્યક્તિને ઇલ્મ શીખવવું, જે પોતાના શિક્ષકના મૃત્યુ પછી તેનું ઇલ્મ (જ્ઞાન) ફેલાવતો રહે. ત્રીજી: નેક મોમિન સંતાન, જે પોતાના માતા-પિતા માટે દુઆ કરતી રહે.

فوائد الحديث

આલિમો એ વાત પર એકમત છે કે મૃત્યુ પછી માનવીને જે અમલો દ્વારા સવાબ પહોંચતો રહે છે, તે સદકાએ જારિયહ, ફાયદાકારક ઇલ્મ, અને નેક સંતાન જે તેના માટે દુઆ કરતી રહે, અને બીજી હદીષ પ્રમાણે: હજ.

આ હદીષમાં ફકત આ ત્રણ જ વસ્તુઓનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કે આ ત્રણેય વસ્તુઓ નેકીઓનો પાયો છે, અને શક્ય છે કે તેના દ્વારા મૃત્યુ પછી તે વસ્તુઓ બાકી રહી ફાયદો પહોંચાડતી રહે.

દરેક પ્રકારનું ઇલમ જેના દ્વારા ફાયદો પહોંચતો રહે, તેનો સવાબ મળતો રહે છે, પરંતુ તેમાં મહત્વનું જ્ઞાન શરીઅતનું જ્ઞાન છે, અને તે જ્ઞાન, જે તેનું સમર્થન આપતું હોય.

આ ત્રણ વસ્તુઓ માંથી ઇલ્મ (જ્ઞાન) વધુ ફાયદાકારક વસ્તુ છે; કારણકે આ જ્ઞાન દ્વારા તે વ્યક્તિને પણ ફાયદો થાય છે, જે તેને શીખે છે, અને આ જ ઇલ્મ (જ્ઞાન) શરીઅતની સુરક્ષા પણ કરે છે, જેમાં સામાન્ય રીતે સર્જનને ફાયદો થાય છે, અને આ વધુ વ્યાપક છે; કારણકે જે તમારા ઇલ્મ વડે શીખે છે, તે તમારા જીવન દરમિયાન પણ અસ્તિત્વમાં હોય છે અને તમારા મૃત્યુ પછી પણ હોય છે.

આ હદીષમાં સંતાનની સારી તરબિયત કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે; કારણકે તેઓ જ પોતાના માતા-પિતાને આખિરતમાં ફાયદો પહોંચાડે છે, અને તેમનો ફાયદો એ છે કે તેઓ તેમના માટે દુઆ કરે છે.

માનવીને તેના માતા-પિતાના મૃત્યુ પછી તેમની સાથે સદ્વ્યવહાર કરવાં પર પ્રોત્સાહન આપ્યું છે, અને એ પણ નેકીનો એક પ્રકાર છે, કે બાળક દ્વારા અલ્લાહ તેને ફાયદો ઉઠાવે છે.

દુઆ મૃતકને ફાયદો પહોંચાડે છે, ભલેને તે દુઆ કરવાવાળો તેનો પુત્ર ન હોય, પરંતુ આ હદીષમાં ખાસ પુત્રનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કે પુત્ર પોતાના પિતા માટે સતત મૃત્યુ સુધી દુઆ કરતો રહે છે.

التصنيفات

વકફના આદેશો, દુઆની મહ્ત્વતા, Doing Good Deeds on behalf of the Deceased and Gifting them the Reward, Merit and Significance of Knowledge