જ્યારે મને મેઅરાજ કરાવવામાં આવી, તો હું એવા લોકો પાસેથી પસાર થયો, જેમના નખ તાંબાના હતા, જેનાથી તેઓ પોતાના ચહેરા અને…

જ્યારે મને મેઅરાજ કરાવવામાં આવી, તો હું એવા લોકો પાસેથી પસાર થયો, જેમના નખ તાંબાના હતા, જેનાથી તેઓ પોતાના ચહેરા અને છાતીઓ ચીરી રહ્યા હતા

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે મને મેઅરાજ કરાવવામાં આવી, તો હું એવા લોકો પાસેથી પસાર થયો, જેમના નખ તાંબાના હતા, જેનાથી તેઓ પોતાના ચહેરા અને છાતીઓ ચીરી રહ્યા હતા, મેં પૂછ્યું: હે જિબ્રઇલ! આ લોકો કોણ છે?, જિબ્રઇલે કહ્યું: આ તે લોકો છે, જેઓ લોકોના માંસ (ગિબત) ખાતા હતા અને તેમની આબરૂ સાથે રમત કરતા હતા».

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું: જ્યારે ઇસ્રાની રાત્રીમાં મને ઉપર મેઅરાજ કરાવવામાં આવી, તો હું એવા લોકો પાસેથી પસાર થયો જેમના નખ તાંબાના હતા, જેના દ્વારા તેઓ પોતાના ચહેરા અને છાતીઓને ચીરી રહ્યાં હતાં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જિબ્રઇલ અલૈહિસ્ સલામને સવાલ કર્યો: આ લોકો કોણ છે, જેમને આટલો સખત અઝાબ થઈ રહ્યો છે? જિબ્રઇલ અલૈહિસ્ સલામએ કહ્યું: આ લોકો દુનિયામાં લોકોની ચાડી કરતા હતા, અને તેમની આબરૂ સાથે રમત એટલે કે તેમને બદનામ કરતા હતા.

فوائد الحديث

આ હદીષમાં ચાડી જેવા ગુનાહ પ્રત્યે કડક ચેતવણી, અને તેને નર ભક્ષી સાથે ઉપમા આપી છે.

ચાડી દ્વારા લોકોની આબરૂ સાથે રમત કરવી અને તેના જેવા અન્ય ગુનાહ કબીરહ ગુનાહ (મહાપાપ) ગણવામાં આવે છે.

ઈમામ તીબી રહિમહુલ્લાહએ આ નિવેદન "તેઓ ખોતરી રહ્યા છે" વિષે કહ્યું: ચહેરો અને છાતી ચીરવી, એ વિલાપ કરતી સ્ત્રીઓના લક્ષણોમાંથી એક છે, તેમણે તેને મુસ્લિમોની ચાડી કરનારાઓની સજા વર્ણન કરી, જે દર્શાવે છે કે તે પુરુષોના લક્ષણો નથી, પરંતુ તે સૌથી કદરૂપી અને સૌથી વિકૃત સ્થિતિમાં રહેલી સ્ત્રીઓના લક્ષણો છે.

ગેબ અને તે દરેક વાતો પર ઇમાન લાવવું જરૂરી છે, જેનાથી અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવી છે.

التصنيفات

ગુનાહની નિંદા