અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે, તમે વિનમ્રતા અપનાવો, જેથી કોઈ બીજા સમક્ષ પોતાના પર ઘમંડ ન કરે અને કોઈ કોઈના પર…

અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે, તમે વિનમ્રતા અપનાવો, જેથી કોઈ બીજા સમક્ષ પોતાના પર ઘમંડ ન કરે અને કોઈ કોઈના પર અત્યાચાર પણ ન કરે

ઇયાઝ બિન હિમાર રઝી અલ્લાહુ અન્હુ જેઓ બનૂ મુશાજિઅ કબીલાના હતા, તેઓ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમ એક દિવસ વચ્ચે ઉભા થયા અને અમને ખુતબો આપ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે, તમે વિનમ્રતા અપનાવો, જેથી કોઈ બીજા સમક્ષ પોતાના પર ઘમંડ ન કરે અને કોઈ કોઈના પર અત્યાચાર પણ ન કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબા વચ્ચે ઉભા થયા અને ભલામણ કરતા કહ્યું: નિઃશંક અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે કે લોકોએ એકબીજા પ્રત્યે નમ્ર રહેવું જોઈએ, લોકો સાથે વિનમ્રતા અપનાવવી, અહીં સુધી કે કોઈ કોઈના વંશ, ધન દૌલત, તેમજ માન સન્માનના અથવા કોઈ પણ વસ્તુના આધારે કોઈના પર મોટાઈ ન કરે, અને કોઈ બીજાના પર જુલમ અને અત્યાચાર ન કરે.

فوائد الحديث

આ હદીષમાં વિનમ્રતા અપનાવવા તેમજ અહમ અને મોટાઈથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અત્યાચાર અને ઘમંડ કરવી હરામ છે.

અલ્લાહ માટે વિનમ્રતા તેના બે અર્થ થાય છે: પહેલો: અલ્લાહના દીન સમક્ષ વિનમ્ર બનવું, તેથી દીન પ્રત્યે ઘમંડી ન બનવું, ન તો તેના આદેશોનું પાલન કરવા પર ઘમંડ કરવું, બીજું: અલ્લાહ માટે અલ્લાહના બંદાઓ સમક્ષ વિનમ્રતા અપનાવવી, ન તો તેમના ભયથી, ન તો તેમની પાસે જે કઈ છે તેની આશાથી, ફક્ત સર્વશ્રેષ્ઠ અલ્લાહ માટે.

التصنيفات

પ્રસંશનીય અખલાક, દિલમાં કરવામાં આવતા અમલો