તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં…

તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત થુકી દે

ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: તેઓ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે અને મને કુરઆન મજીદને ભુલાવી દે છે, તો નબી ﷺ એ કહ્યું, «તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત થુકી દે, સહાબીએ કહ્યું મેં આ પ્રમાણે જ કર્યું તો અલ્લાહ તઆલાએ મારાથી તેને દૂર કરી દીધો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે, મારાથી ખુશૂઅ ગાયબ કરી દે છે, અને મને કુરઆન મજીદને ભુલાવી દે છે, શંકામાં નાખી દે છે, તો નબી ﷺ એ કહ્યું: તે શૈતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની હિફાજતમાં આવી જા અને અલ્લાહથી પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત સહેજ થું થું થુકી દે, ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં આ પ્રમાણે જ કર્યું તો અલ્લાહ તઆલાએ મારાથી તેને દૂર કરી દીધો.

فوائد الحديث

નમાઝમાં ખુશૂઅ અને દિલની હાજરીનું મહત્વ, અને એ કે શૈતાન નમાઝમાં શંકા અને મુંઝવણમાં નાખવાનો પ્રયત્ન કરતો હોય છે.

નમાઝમાં વસ્વસો આવે તો શૈતાનથી પનાહ માંગવી મુસતહબ (જાઈઝ) છે, ત્રણ વખત ડાબી બાજુ થુંકતા.

સહાબા રઝી અલ્લાહુ અન્હુમને જે કંઇ પરિસ્થિતિ તેમને આવતી અથવા મુશ્કેલીમાં સપડાય જતા તો તેઓ નબી ﷺ ને જણાવતા, જેથી નબી ﷺ તેનું સચોટ નિરાકરણ બતાવે.

સહાબાઓના દિલોનું જીવન અને આખિરત પ્રત્યે તેમની ચિંતા.

التصنيفات

જિન્નો, નમાઝનો તરીકો, ઝિકરની મહ્ત્વતા, કોઈ પણ પરિસ્થિતિ વખતે પઢવાની દુઆ