કોઈ મુસલમાન સ્ત્રી માટે જાઈઝ નથી કે એક દિવસ અથવા એક રાતનો સફર મહરમ (જેની સાથે લગ્ન નથી કરી શકતી) તેના વગર કરે

કોઈ મુસલમાન સ્ત્રી માટે જાઈઝ નથી કે એક દિવસ અથવા એક રાતનો સફર મહરમ (જેની સાથે લગ્ન નથી કરી શકતી) તેના વગર કરે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «કોઈ મુસલમાન સ્ત્રી માટે જાઈઝ નથી કે એક દિવસ અથવા એક રાતનો સફર મહરમ (જેની સાથે લગ્ન નથી કરી શકતી) તેના વગર કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે એક મુસ્લમાન સ્ત્રીનું તેના મહરમ વગર એક રાત પણ સફર કરવું હરામ છે, જો તેની સાથે તેનો મહરમ હોય તો પછી જાઈઝ છે.

فوائد الحديث

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: મહરમ વગર સ્ત્રીને સફર કરવાથી રોકી છે, એ વાત પર ઇજમાઅ છે કે હજ અને ઉમરહનો સફર મહરમ વગર કરી શકે છે, એવી જ રીતે શિર્કના ઘર માંથી નીકળવા માટે પણ, કેટલાક આલિમોએ આની પણ શરત લગાવી છે.

આ હદીષમાં સંપૂર્ણ ઇસ્લામી શરીઅત અને સ્ત્રીઓની સુરક્ષા અને હિફાજત માટે મજબૂત આદેશ આપવામાં આવ્યો છે.

અલ્લાહ અને આખિરત પર ઇમાન માટે શરીઅતના આદેશોનું પાલન અને તેના હદમાં રહેવું પણ જરૂરી છે.

સ્ત્રીનો મહરમ તેનો પતિ અથવા કોઈ એવી વ્યક્તિ હોય, જે સગપણ, સ્તનપાન અથવા લગ્નને કારણે તેના માટે કાયમ માટે પ્રતિબંધિત છે, અને તે પુખ્તવય, સમજદાર, વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર મુસ્લિમ હોય. મહરમનો હેતુ સ્ત્રીની રક્ષા, તેની હિફાજત અને તેની કાળજી લેવાનો છે.

ઈમામ બયહકી રહિમહુલ્લાહએ સફરની મુદ્દત વિશે તે રિવાયત બાબતે કહ્યું છે, જેમાં સ્ત્રીને મહરમ વગર સફર કરવાથી રોકી છે, સારાંશ એ કે તે દરેક અંતરને સફર કહેવામાં આવશે, જેનાથી એક સ્ત્રીને મહરમ વગર સફર કરવાથી રોકી છે, તે ત્રણ દિવસનો હોય કે પછી બે દિવસ કે પછી એક દિવસ અથવા બરીદ (એક ખાસ અંતર) અથવા કોઈ પણ સફર; ઈબ્ને અબ્બાસની રિવાયત પ્રમાણે, ઉપરોક્ત વર્ણન કરેલ હદીષ: {સ્ત્રી કોઈ મહરમ વગર સફર નથી કરી શકતી} તે દરેક અંતર જેને આપણે સફર કહી શકીએ, સવાલ કરનારની સ્થિતિ અને તેની જગ્યા જોઈ જવાબ આપવામાં આવશે.

التصنيفات

સફર માટે આદેશો તેમજ તેના આદાબ, ઉમરાહના વાજિબ કાર્યો