إعدادات العرض
મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો
મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]
الترجمة
العربية অসমীয়া Bahasa Indonesia Kiswahili አማርኛ Tagalog Tiếng Việt Nederlands සිංහල پښتو Hausa മലയാളം ไทย नेपाली Кыргызча English Malagasyالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સંપૂર્ણ ઇમાન ધરાવનાર મોમિનની આ શાન નથી કે તે લોકોના નસબને લઈ તેમનું અપમાન કરે, ખૂબ લઅનત અને મહેણાં ટોણાં મારે, અને પોતાના કાર્યો તેમજ જબાન વડે અભદ્ર શબ્દો કહે, જેમાં સહેજ પણ હયા ન હોય.فوائد الحديث
શરીઅત (કુરઆન હદીષ) પ્રમાણે ઇમાનનો ઇન્કાર ફક્ત હરામ કાર્ય કરવા અથવા વાજિબ કાર્યો છોડવા પર જ થઈ શકે છે.
અંગોને સુરક્ષિત રાખવા અને તેમને બુરાઈથી બચવા માટે ઉભારવા, ખાસ કરીને જબાન.
ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં જે શબ્દોનું વર્ણન થયું છે, (અત્ તઆન, અલ્ લિઆન) જે શબ્દો મુબાલગા (અરબી વ્યાકરણ) ના છે, એ વાતની પુષ્ટિ કરે છે કે કેટલાક લઅનતને પાત્ર વ્યક્તિ પર લઅનત કરવાથી મોમિન અને તેના ઇમાનને કોઈ નુકસાન નથી પહોંચતું.