એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ…

એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો પછી તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દસ»,

ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો પછી તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દસ», પછી એક બીજો વ્યક્તિ આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ", તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો, તો તે બેસી ગયો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વીસ», ફરી એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહું", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો, તે પણ બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ત્રીસ».

[હસન]

الشرح

એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: (અસ્સલામુ અલયકુમ), તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો, તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માટે દસ નેકીઓ લખવામાં આવી, થોડી વાર પછી એક બીજો વ્યક્તિ આવ્યો તેણે કહ્યું: (અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ), તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો, તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માટે વીસ નેકીઓ લખવામાં આવી, થોડી વાર પછી એક ત્રીજો વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું: (અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહુ), તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો, તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માટે ત્રીસ નેકીઓ લખવામાં આવી, અર્થાત્ દરેક શબ્દ માટે દસ નેકીઓ છે.

فوائد الحديث

આવનાર વ્યક્તિએ બેસતા પહેલા સલામ કરવું જોઈએ.

સલામના શબ્દોમાં વધારો કરવાથી વધુ સવાબ પ્રાપ્ત થાય છે.

સલામ કરવાનો સૌથી સંપૂર્ણ શ્રેષ્ઠ તરીકો આ છે: (અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહુ) અને સલામના જવાબમાં સૌથી શ્રેષ્ઠ શબ્દો: (વઅલયકુમુસ્સલામ વરહમતુલ્લાહિ વ બરકાતુહુ) છે.

સલામ કરવા અને જવાબ આપવામાં અલગ અલગ પડાવ છે અને તેમની વચ્ચે સવાબ પણ (તફાવત) છે.

લોકોને ભલાઈની શિખામણ અને તેમને શ્રેષ્ઠ માર્ગદર્શન અપનાવવાની તાકીદ.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: સલામ કરનાર વ્યક્તિ (વરહમતુલ્લાહિ) તો તેના જવાબમાં (વબરકાતુહુ) કહેવું મુસ્તહબ છે, ભલેને જવાબમાં (વબરકતુહુ) શબ્દનો વધારો કર્યો, હવે શું જવાબમાં વબરકાતુહુ શબ્દ કરતા વધારે શબ્દ કહેવા જાઈઝ છે? સલામ કરનાર વ્યક્તિ પણ (વબરકાતુહ) સુધી સલામ કરે છે તો તેના જવાબમાં વધારો કરવો જાઈઝ છે? મુઅત્તામાં ઇમામ માલિક રહિમહુલ્લાહએ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી છે, તેમણે કહ્યું: સલામ બરકત પણ પૂર્ણ થાય છે.

التصنيفات

સલામ તેમજ પરવાનગી લેવાના આદાબ