જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે…

જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હશે, પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હશે, પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે પગ ધોવે છે, તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હશે તો તે પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, અહી સુધી કે તે દરેક (નાના) ગુનાહથી પાક સાફ થઇ જાય છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક મુસલમાન અથવા મોમિન બંદો જ્યારે વઝૂ કરતી વખતે મોઢું ધોવે છે, તો તેની આંખો વડે થયેલા નાના ગુનાહ અલ્લાહ માફ કરી દે છે, ત્યારેને ત્યારે જ અથવા પાણીના ટપકતાં છેલ્લા ટીપાં સાથે, એવી જ રીતે જ્યારે હાથ ધોવે છે તો હાથ વડે થયેલા નાના ગુનાહ અલ્લાહ માફ કરી દે છે, તે જ સમયે અથવા પાણીના છેલ્લા ટીપાં સાથે, એવી જ રીતે જ્યારે પગ ધોવે છે, તો પગ વડે કરેલા નાના ગુનાહ પગ ધોતા ધોતા અથવા પાણીના છેલ્લા ટીપાં વડે માફ કરી દે છે, અહીં સુધી કે તે જ્યારે વઝુ પૂર્ણ કરે છે, તો તે નાના ગુનાહથી પાક થઈ ગયો હોય છે.

فوائد الحديث

ધ્યાનપૂર્વક વઝૂ રવાની મહત્ત્વતા; કારણકે તેના દ્વારા અલ્લાહ ગુનાહ માફ કરી દે છે.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તરીકો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોને ઈબાદત અને અનુસરણમાં તેનાથી મળતો ફાયદો અને સવાબ અને બદલાનું વર્ણન કરી પ્રોત્સાહન આપતા હતાં.

માનવીના દરેક અંગ દ્વારા કંઈક ને કંઈ ગુનાહ થતાં હોય છે, એટલા માટે તેના અંગોને તે ગુનાહની ભયાનકતાનો સામનો કરવો પડતો હોય છે, જ્યારે તે તૌબા કરે છે, તો જે અંગ વડે ગુનાહ થયા હોય તેનાથી તે નીકળી જાય છે.

વઝૂ દ્વારા શારીરિક શુદ્ધતા પ્રાપ્ત થાય છે, જ્યારે તે વઝૂના અંગો ધોવે છે, એવી જ રીતે આંતરિક શુદ્ધતા પ્રાપ્ત થાય છે, જે અંગો દ્વારા થતાં ગુનાહને દૂર કરી.

التصنيفات

વુઝુ, અંગો દ્વારા થતા અમલોની મહ્ત્વતા