જ્યારે તમારા માંથી કોઈ મજલિસમાં આવે તો સલામ કરે અને જ્યારે નીકળે તો પણ સલામ કરે, કારણકે પહેલો (મોકો) છેલ્લા કરતાં…

જ્યારે તમારા માંથી કોઈ મજલિસમાં આવે તો સલામ કરે અને જ્યારે નીકળે તો પણ સલામ કરે, કારણકે પહેલો (મોકો) છેલ્લા કરતાં વધુ અધિકાર ધરાવતો નથી

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ મજલિસમાં આવે તો સલામ કરે અને જ્યારે નીકળે તો પણ સલામ કરે, કારણકે પહેલો (મોકો) છેલ્લા કરતાં વધુ અધિકાર ધરાવતો નથી».

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

જે વ્યક્તિ લોકોની મજલિસમાં આવે તેને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સલામ કરવાનું માર્ગદર્શન આપ્યું છે, અને જો તે ઊભો થઈ જવા ઈચ્છે તો સલામ કરી વિદાઇ લે; કારણકે આવવા પર પહેલું સલામ પ્રસ્થાન વખતે બીજા સલામ કરતાં વધુ અધિકાર ધરાવતું નથી.

فوائد الحديث

સલામ ફેલાવવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

મજલિસમાં પ્રવેશ અને પ્રસ્થાન બંને સમયે સલામ કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (જ્યારે ઊભા થવાનો ઇરાદો કરે) અર્થાત્ મજલિસ માંથી, અને કહ્યું: (પહેલો મોકો વધુ હકદાર નથી) અર્થાત્: આ બંને એક યોગ્ય સુન્નતો છે, પહેલી કરી બીજી છોડવી યોગ્ય નથી.

التصنيفات

સલામ તેમજ પરવાનગી લેવાના આદાબ