إعدادات العرض
એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના…
એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના વેપાર પર વેપાર ન કરો, અલ્લાહના બંદાઓ અને ભાઈ ભાઈ બની જાઓ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના વેપાર પર વેપાર ન કરો, અલ્લાહના બંદાઓ અને ભાઈ ભાઈ બની જાઓ, મુસલમાન મુસલમાનનો ભાઈ હોય છે, ન તો તેના પર જુલમ કરે છે અને ન તો તેને એકલો છોડે છે, ન તો તેને તુચ્છ સમજે છે, તકવા અને પરહેજગારી અહીંયા છે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના હૃદય તરફ ત્રણ વખત ઈશારો કર્યો, «કોઈ વ્યક્તિના ખરાબ હોવા માટે એટલી જ વાત પૂરતી છે કે તે પોતાના મુસલમાન ભાઈને તુચ્છ સમજે, દરેક મુસલમાનના પ્રાણ, તેનો માલ અને તેની આબરૂ બીજા મુસલમાન માટે હરામ છે».
الترجمة
العربية বাংলা Bosanski English Español Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Português සිංහල Tiếng Việt অসমীয়া Kiswahili Nederlands አማርኛ ไทยالشرح
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક મુસલમાનને પોતાના મુસ્લિમ ભાઈ પ્રત્યે ભલાઈની વસિયત કરી છે, અને તેના પર કેટલાક જરૂરી અધિકારો માંથી કેટલાક અધિકારોનું વર્ણન કર્યું; તેમાંથી: પહેલી વસિયત: એકબીજા પ્રત્યે ઈર્ષા ન કરો કે તેની નેઅમતો નષ્ટ થઈ જવાની ઈચ્છા રાખવી. બીજી વસિયત: એક સોદો થતો હોય, તેની વચ્ચે બીજો સોદો ન કરો, એવી રીતે કે માલની કિંમત વધારી, જ્યારે કે ખરીદવાની કોઈ ઈચ્છા ન હોય, આ એટલા માટે કે તે વેચનારને ફાયદો પહોંચવાડવા અથવા ખરીદનારને નુકસાન પહોંચાડવાની ઈચ્છા રાખતો હોય. ત્રીજી વસિયત: એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, અને તે ખરાબ ઈરાદાના કહે છે, જે મોહબ્બત વિરુદ્ધ છે, જો તે નફરત અલ્લાહ માટે હોય; તો તે વાજિબ ગણવામાં આવશે. ચોથી વસિયત: એકબીજાથી મોઢું ન ફેરવો, એવી રીતે કે જ્યારે તમારો સામનો તમારા ભાઈ સામે થાય, તો તમે તેનાથી પીઠ ફેરવો, તેનાથી મોઢું ફેરવી લો અને તેને બોલાવવાનું છોડી દો. પાંચમી વસિયત: ખરીદનાર વ્યક્તિની વસ્તુ જોઈ બીજો વેપારી એમ કહી પોતાની વસ્તુ ન વેંચે કે મારી પાસે જે વસ્તુ છે, તે આના કરતાં વધારે સસ્તી અથવા આના કરતાં વધારે શ્રેષ્ઠ છે. ત્યારબાદ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખૂબ જ વ્યાપક વસિયત કરી કહ્યું: ઉપરોક્ત વર્ણવેલ ઝેરીલા તત્વોને છોડીને ભાઈભાઈ બનીને રહો, મોહબ્બત, નરમી, કરુણા, દયા, સ્નેહ અને દરેક ભલાઈના કાર્યોમાં સહકાર આપીને રહો, હા, પણ દરેક સ્થિતિમાં મુખલિસ અને સાફ હૃદય રાખો. ભાઈચારા માટે જરૂરી સ્ત્રોતો માંથી: કોઈ પોતાના મુસ્લિમ ભાઈ પર જુલમ ન કરે અને તેના પર અત્યાચારથી કામ ન લે. એ રીતે કે મુસલમાન ભાઈ પર જુલમ ન થવા દે, અને જ્યાં સુધી બની શકે તેના પર થતા અન્યાયથી બચાવવો જોઈએ અને તેનાથી જુલમને દૂર કરવો જોઈએ. અને ન તો તેને તુચ્છ સમજો, તેને આઝાદ સમજો, તેને તુચ્છ અને નીચી નજર કરવાથી બચો, આ ઘમંડના કારણે હોય છે. ત્યારબાદ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ વખત જણાવ્યું કે તકવો દિલમાં હોય છે, જે વ્યક્તિના દિલમાં જેટલો તકવો હશે તેના અખલાક એટલા જ ઉત્તમ હશે, એટલો જ તે અલ્લાહથી ડરતો હશે અને તે બાબતે ધ્યાન આપતો હશે તેમજ ન તો તે પોતાના ભાઈને તુચ્છ જાણતો હશે. ખરાબ આદતો અને ખરાબ અખલાક માટે એટલું જ પૂરતું છે કે તે પોતાના ભાઈને તુચ્છ સમજે, એટલા માટે કે તેના દિલમાં ઘમંડ હોય છે. ત્યારબાદ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉપરોક્ત વાતો પ્રમાણે તાકીદ કરી કે એક મુસલમાન પર બીજા મુસલમાન માટે હરામ છે: તેના પ્રાણ: એ કે તેના પર અત્યાચાર કરવામાં આવે, અથવા તેને કતલ કરવામાં આવે અથવા તેને ઇજા પહોંચાડવામાં આવે અથવા કોઈ પણ રીતે તેને તકલીફ આપવામાં આવે, એવી જ રીતે તેનો માલ પર હરામ છે: એ રીતે કે ધોખો આપી તેને હડપ કરી લેવામાં આવે, એવી જ રીતે તેની આબરૂ પર હરામ છે: એ કે તેને પોતાને અથવા તેના વંશને અપશબ્દો કહેવામાં આવે અથવા તેનું અપમાન કરવામાં આવે .فوائد الحديث
હદીષ તે દરેક વાતોનો આદેશ આપે છે, જે ઇમાની ભાઈચારા માટે જરૂરી સ્ત્રોત હોય, અને તે દરેક કાર્યથી રોકે છે, જે ઇમાની ભાઈચારામાં અવરોધ બનતી હોય.
મૂળ તકવાનો સ્ત્રોત દિલમાં અલ્લાહ તઆલાની ઓળખ, તેનો ડર અને તેની મહાનતાનો ખ્યાલ કરવો, અને આ પ્રમાણે દિલમાં જો તકવો હશે તો પરિણામરૂપે નેક અમલ દેખાશે.
દુનિયાના જીવનમાં પથભ્રષ્ટતા કમજોર તકવાની નિશાની છે.
એક મુસલમાનને કંઈ પણ રીતે તકલીફ પહોંચાડવાથી બચવું જોઈએ, તે તકલીફ જુબાન વડે આપવામાં આવતી હોય કે પછી હાથ વડે.
ઈર્ષા એ નથી કે કોઈ વ્યક્તિ પોતાના મુસ્લિમ ભાઈ પાસે કોઈ નેઅનત જોઈ તેના જેવી જ નેઅમત પ્રાપ્ત થવાની આશા કરે, તેમાં સામે વાળા વ્યક્તિની નેઅમત નષ્ટ થવાની નિયત ન હોવી જોઈએ, આને ગિબતહ કહેવામાં આવશે; અને આ જાઈઝ છે, કે નેક કામોમાં એક બીજાથી મુકાબલો જોવા મળે છે.
માનવી પ્રાકૃતિક રીતે નાપસંદ કરે છે કે કોઈ તેના કરતાં વધુ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે, અને તે સામે વાળાની નષ્ટતાની ઈચ્છા કરે, તો આને હસદ કહેવામાં આવશે, જો નષ્ટતા વગર આગળ વધવાની ઈચ્છા ને ગિબતહ કહે છે અને આ વસ્તુ જાઈઝ છે.
કોઈ મુસલમાન માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈના સોદા પર સોદો કરે, એવી રીતે ખરીદનારને જણાવવામાં આવે કે તમારી ખરીદેલી વસ્તુમાં તમને ધોખો થયો છે, જો તેની વાત શિખામણ રૂપે હોય, શરત એ કે તેની નિયત વેચનારને નુકસાન પહોંચાડવાની ન હોય અને ખરીદારને નસીહત કરવાની હોય, તો આ જાઈઝ છે, કાર્યોનો આધાર નિયતો પર હોય છે.
જો બે વિક્રેતાઓ સંમત ન હોય અને કિંમત નક્કી ન થાય તો મુસ્લિમ માટે તેના ભાઈ વતી વેચાણ કરવું માન્ય નથી.
દ્વેષ એ નથી, જે હદીષમાં વર્ણન થયું છે, પરંતુ અલ્લાહ માટે નફરત તો વાજિબ છે, પરંતુ તે મજબૂત ઇમાનની દલીલ છે.